04, જુન 2020
તાજેતરમાં જ લોકડાઉન દરમિયાન બોલિવુડ એક્ટર અક્ષયકુમાર કમાલિસ્તાન સ્ટુડિયોમાં એક જાહેરાતનું શૂટિંગ કરતા જાવા મળ્યો હતો. સરકારના કેમ્પેઈન માટે શૂટ થયેલી આ જાહેરાતનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં અક્કી કામ પર પરત જતા લોકોને કોરોના વાયરસથી કેવી રીતે બચવું તેની રીત બતાવે છે. આ જાહેરાતની શરૂઆતમાં અક્ષયકુમાર ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે ગામના સરપંચ તેને કોરોનાની મહામારી વિશે પૂછે છે. જેના પર અક્ષય જવાબ આપે છે કે, ‘જા મેં સમગ્ર રીતે સાવધાની રાખી તો બીમારી હોવાની શક્યતા ઓછી છે. સૌથી મહત્વપૂર્ણ છે કે આ માસ્ક, હું સમય પર હાથ પણ ધોતો રહીશ. અન્ય વ્યક્તીથી અંતર પણ જાળવીશ. પોતાને અને બીજાને તેમજ પરિવારને સુરક્ષિત રાખીશ. જ્યારે દેશના મેડિકલ અને સ્વસ્છતા કર્મચારી રોજ કોરોના વાયરસ સામે લડવાનું કામ કરે છે તો આપણી પણ જવાબદારી બને છે પોતાનું કામ કરવાની. અક્ષયે આગળ કહ્યું હતું કે, ‘હજારો લોકો આ બિમારીને હરાવીને સ્વસ્થ થઈ ચૂક્યા છે. કોઈ કારણોસર મને આ બીમારી થઈ તો સરકારે હોસ્પિટલમાં સારવાર માટે વ્યવસ્થા પણ કરી છે. આ સમય ગભરાવાનો નથી પરંતુ એકબીજાનો ઉત્સાહ વધારવાનો છે.