યુક્રેનની સ્ફોટક સ્થિતિને કારણે રાજ્યમાં ચિંતાનું મોજું
25, ફેબ્રુઆરી 2022

ગાંધીનગર, રશિયા અને યૂક્રેન વચ્ચે યુધ્ધની શરૂઆત થઈ ગઈ છે. રશિયાએ યુક્રેન સામે આજે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઔપચારિક રીતે લશ્કરી કાર્યવાહીની કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરૂ થઇ ચૂક્યું છે.ત્યારે ..યુક્રેનની સ્થિતિ ભયાવહ છે. ચારેતરફ ભય અને ડર તેમજ દહેશતનો માહોલ છે. ત્યારે યુક્રેનમાં રહેતા ગુજરાતીઓને લઇને પરિવારની સાથેસાથે તમામ ચિંતિત બન્યાં છે. યુક્રેનમાં હાલમાં વસતા લોકો પણ ભારતીય દૂતાવાસની મદદની રાહ જાેઇને બેઠું છે. કોઇપણ હિસાબે તેમને મદદ મળે અને તેઓ તુરંત પરત આવે તે માટેના પ્રયાસ થઇ રહી છે. ત્યારે હવે ગુજરાત સરકાર પણ લોકોને વતન પરત લાવવા માટે સતત અને તનતોડ પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકારદ્વારા પણ ફસાયેલાઓને હેમખેમ પરત લાવવાની કામગીર થઇ રહી હોવાની કવાયત ચાલી રહી છે. ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે સરકાર ચિંતિત છે અને તેમને પરત લાવવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે તેવું નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું છે. એટલું જ નહિ વિદ્યાર્થીઓને સરકાર ઉપર ભરોસો રાખવા જણાવ્યું હતું. અભ્યાસ માટે ગયેલા સેંકડો વિદ્યાર્થીઓ ફસાયેલા છે. મેડિકલનો અભ્યાસ કરનારા ગુજરાતના વિદ્યાર્થીઓ આજે ભારત આવવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં, પરંતુ યુદ્ધ શરૂ થતાં યુક્રેન દ્વારા એર સ્પેઇસ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે તમામ વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે મદદ માટેની અપીલ કરવામાં આવી છે. આ સંજાેગોમાં રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક નિવેદન આપીને જણાવ્યું હતું કે, યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓ સરકાર પર ભરોસો રાખે, ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓની સુરક્ષા નિશ્ચિત કરી રહ્યું છે. યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને સરકારના મંત્રી જીતુ વાઘાણીની ખાતરી આપતા જણાવ્યું છે કે, યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આખું વિશ્વ આ પરિસ્થિતિમાં ચિંતિત છે.

યુક્રેનમાં ફસાયેલા લોકો ની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે આ કંટ્રોલ રૂમ નો નં ૨૭૫૫૨૧૪૪, ફેકસ ૨૭૫૬૦૫૧૧છે. અમદાવાદ જિલ્લાના લોકો આ કંટ્રોલ રૂમમાં યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી આપી શકશે.. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે..

સરકાર ઝડપથી અમને સ્વદેશ પરત લઇ જવાની વ્યવસ્થા કરે  મૃણાલ પંડ્યા

યુક્રેનમાં અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. હવાઈ માર્ગ બંધ થતા અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે.ત્યારે એસટી નિગમના નોકરી કરતા અમદાવાદના નીતિન પંડ્યાના પુત્ર અને પુત્રવધુ યુક્રેનમાં ફસાયા છે. નીતિન પંડ્યા ચોધાર આંસુએ રડી રહ્યા છે.સતત પુત્ર મૃણાલ પંડ્યા અને પુત્ર વધુ સાથે વિડિઓ કોલિંગથી વાત કરી રહ્યા છે. નીતિન પંડ્યાના પુત્ર સાથે વાત કરી ત્યારે . તેમણે જે આપવીતી જણાવી તે કાળજુ કંપાવી દેનારી હતી. લોકોને સામાન્ય જરૂરરીયાતો માટે પણ ભટકવુંપડી રહ્યું છે. તેમજ ચીજવસ્તુઓની ખરીદી માટે દોડાદોડી અને પડાપડી હોવાનું જણાવ્યું હતું. જાેકે સૌથી મોટો પડકાર સલામતીનો છે. તેમજ ગુજરાતના લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. લોકો એરપોર્ટ જઇ નથી શકતા, જાે ભારત સરકાર કોઇ ફ્લાઇટની વ્યવસ્થા કરી શકે તો અમારા માટે સારૂ છે સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે, અચાનક સ્થિતિ બગડી છેઅમે ફ્લાઇટ બુક કરાવવાના હતા પરંતુ ૨૭ ફેબ્રુઆરી સુધીની તમામ ફ્લાઇટ ફૂલ હતી એટલે અમારે મોડુ થઇ ગયું.કીવ શહેરમાં અગત્યના કામ સિવાય બહાર નિકળવા માટે મનાઇ ફરમાવી છે૭ મહિનાથી કીવ શહેરમાં વસવાટ કરે છે લોકો ખાવાની ચીજ વસ્તુઓ મોઘી થઇ ગઇ છે જાેકે યુક્રેનમાં ફસાયેલા પરિજનોને લઇને અમદાવાદ સહિત રાજ્યના લોકો પણ અત્યંત ચિંતિત બની ગયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution