અબ મેં રાશન કી કતારોંમેં નઝર આતા હું- ગુજરાતી સાહિત્યના તેજસ્વી તારલા ખલીલ ધનતેજવીનું નિધન
04, એપ્રીલ 2021

વડોદરા-

ગુજરાતી સાહિત્યમાં અનોખી છાપ ધરાવતા અને મોટા ગજાના લેખક તથા આગવી રીતે પત્રકારત્વનો ચીલો પાડનારા વડોદરાના પોતીકા કવિ-લેખક ખલીલ ધનતેજવીએ રવિવારે સવારે ફાની દુનિયાને અલવિદા કહી હતી.  રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે 2 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે યાકુતપુરા મિનારા મસ્જિદ ખાતે બપોરે જનાઝે નમાઝ અદા કરાશે. તે થોડા સમયથી બીમાર હતા અને આજે શ્વાસ લેવામાં સવારે તકલીફ ઉભી થયા બાદ તેમણે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા. ખલીલ ધનતેજવીનો જન્મ 12 ડિસેમ્બર 1938ના વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્ય તેમનું નોંધપાત્ર પ્રદાન છે. જે શબ્દદેહે ખલીલના રૂપે હંમેશા જીવંત રહેશે.

કલાપી અને નરસિંહ મહેતા અવોર્ડ મળ્યો હતો

ગુજરાતી સાહિત્ય તેમનું નોંધપાત્ર પ્રદાન છે. જે શબ્દદેહે ખલીલના રૂપે હંમેશા જીવંત રહેશે. તેમના આ ખેડાણ બદલ તેમને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર . આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

અનેક ગઝલ સંગ્રહ પ્રસિદ્ધ થયા હતા

ખલીલ ધનતેજવીએ ગુજરાતી લેખો, કવિતા, અને ગઝલની પણ રચના કરી છે. તેમનો ગુજરાતીમાં 100 ગઝલો સંગ્રહ છે. તેમણે ઉર્દીમાં પણ ગઝલો લખી હતી. જેમાંથી કેટલીક ગઝલ સિંગર જગજીતસિંહે ગાઇ છે. તેમના ગઝલ સંગ્રહની વાત કરીએ તો સાદગી, સારાંશ, અન સરોવર લોકપ્રય ગઝલ સંગ્રહ છે.

ખલીલ તેજવીની 1974માં ડો. રેખા નવલકથા આવી. ત્યારબાદ તરસ્યાં એકાંત 1980માં પ્રકાશિત થઇ. મીણની આંગળીએ સૂરજ ઊગ્યો 1984માં અને લીલા પાંદડે પાનખરસ, સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોક અને લીલીછમ તડકો તેમની નોંઘપાત્ર નવલકથા છે. ખલીલ તેજવીનો આજે સૂક્ષ્‍ળ દેહ વિલય થયો છે પરંતુ તેમની અવિસ્મરણિય રચનાના કારણે તેમનો શબ્દદેહ ચિરંજીવી રહેશે. ખલીલ ધનતેજવીએ ગુજરાતી ગઝલ અને નવલકથા કવિતા એમ સાહિત્યના દરેક સ્વરૂપને રચવામાં મહારથ મેળવ્યો હતો.  આ શાયરના કેટલાક શેર ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેઓ અખબારમાં કોલમિસ્ટ તરીકે લખતા હતા. તેઓ લેખક, સંપાદક અને તંત્રી રહી ચૂક્યા હતા. તેમનું ફિલ્મોમાં પણ પ્રદાન છે તેમણે ફિલ્મો માટે પણ વાર્તા લખી અને ફિલ્મ નિર્દેશિત પણ કરી હતી. ગુજરાતી સાહિત્ય જગતમાં નોંધપાત્ર ખેડાણ બદલ તેમને કલાપી, નરસિંહ મહેતા સહિતના અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની શબ્દ યાત્રા ગઝલ અને નવલકથાથી શરૂ થઇને ફિલ્મના પડદા સુધી પહોંચી હતી. તેઓ આ રચના દ્રારા શબ્દદેહે હંમેશા અમર રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution