અમદાવાદ-

કપડાં ઉતાર્યા વિના જાતિય શોષણ થઈ શકે નહીં એવા પ્રકારનો કથિત વિચિત્ર ચૂકાદો સંભળાવનાર મુંબઈ હાઈકોર્ટના જજ પુષ્પા વિરેન્દ્ર ગનેડીવાલા પર ભારે રોષ ધરાવતી અમદાવાદની એક મહિલાએ એ મહિલા જજને દોઢસો જેટલા નિરોધ એટલે કે કોન્ડોમ મોકલી આપ્યા છે. 

મુંબઈની નાગપુર બેંચને સંભળાવેલા એક ચૂકાદામાં આ મહિલા જજ પુષ્પા ગનેડીવાલાએ એમ કહ્યું હતું કે, બાળકી કે યુવતીને કપડાં કાઢ્યા વિના સ્પર્શ કરવો એ બાબતને જાતિય શોષણ ગણી શકાય નહીં. તેમણે પોક્સોના એક કેસ અંતર્ગત આવો ચૂકાદો સંભળાવ્યો હતો. આ બાબતે નારાજ અમદાવાદની મહિલા દેવશ્રી ત્રિવેદીએ આ મહિલા જજને દોઢસો કોન્ડોમ મોકલ્યા છે. દેવશ્રી કહે છે કે, આને તો ન્યાય નહીં પણ અન્યાય જ કહેવાય. જજે ન્યાયને બદલે અન્યાય કર્યો છે. આવા ચૂકાદાથી કિશોરીઓને ક્યારેય ન્યાય નહીં મળી શકે. તેણે ત્યાં સુધી માંગ કરી છે કે, ગનેડીવાલાને સસ્પેન્ડ કરવામાં આવે. 

નાગપુર બાર એસોસિએશનના વરીષ્ઠ વકીલ શ્રીરંગ ભંડારકરે કહ્યું હતું કે, દેવશ્રી આવું કરી શકે નહીં. અમે માંગ કરીએ છીએ કે, દેવશ્રી સામે કાર્યવાહી કરવામાં આવે.