વલસાડની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સૂધી ફરજ બજાવી
17, મે 2021

વલસાદ, વલસાડ િસિટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં એક મહિલા કોન્સ્ટેબલની કામગીરી આંખે વળગે એવી રહી છે. તેમણે તેમની પ્રસૂતિના આગલા દિવસ સુધી પોલીસ મથકમાં ફરજ બજાવી હતી. વલસાડ સિટી પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિરંજનાબેન કનુભાઇ પટેલ (રહે. કાંજણ હરી, વલસાડ) ગર્ભવતી થઇ ગયા હતા. તેઓ ૯ માસના ગર્ભ સાથે પણ સતત નોકરી કરતા રહ્યા હતા. સિટી પીઆઇ વી. ડી. મોરીએ તેમને મેટરનીટી લીવ લેવા પણ કહ્યું હતુ. ત્યારે નિરંજનાબેને જણાવ્યું કે, હાલ તબિયત સારી છે અને જરૂર જણાતી નથી. એવું કહી તેઓ સતત કાર્યરત હતી. ગત ૧૨મી મે ની રાત્રે તેઓ નોકરી કરીને ઘરે ગયા અને તેમની પ્રસૂતી થઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution