માંડવીના જામણકુવા ગામમાં દારૂ વેચતી મહિલા ઝડપાઇ
16, જુલાઈ 2020

માંડવી, તા.૧૫ 

માંડવી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દ્વારા જામણકુવા ના લિસ્ટેડ બુટલેગર પર વોચ ગોઠવવાનું જણાવતા માંડવી પોલીસ કર્મીઓ દ્વારા વોચ ગોઠવી તેના ઘરે રેડ કરતા દેશી અને વિદેશી દારૂનો મળી આવ્યો હતો.

 જીલ્લા માંથી દેશી અને વિદેશી દારૂના વેચાણને નસ્તો નાબૂદ કરવા જિલ્લા પોલોસ અધિકારી તરફથી અપાયેલ આદેશના સંદર્ભે માંડવી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી. આર. રાવ દ્વારા પોતાના પોલીસ કર્મીઓને જામણકુવા ના લિસ્ટેડ બુટલેગર અશ્વિનભાઈ કેશકવભાઈ ચૌધરી પર વોચ ગોઠવવા જણાવવામાં આવ્યું હતું. માંડવી પોલીસ કર્મીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રહે બાતમી મળી હતી કે અશ્વિનભાઈના ઘરે હાલ દેશી અને વિદેશી દારૂનું છૂટક વેચાણ ચાલુ છે. પોલીસ કર્મીઓ દ્વારા તાત્કાલિક ખાનગી વાહનમાં અશ્વિનના ઘરે ચેક કરતા તેની પત્ની સજુબેન અશ્વિનભાઈ ચૌધરી ઘરે હતી. ઘરમાં તપાસ કરતા દેશી અને વિદેશી દારૂ તેમજ બિયારના ટીન મળી આવ્યા હતા. તેમના ઘરેથી મળેલ દારૂ માંડવી પોલીસ સ્ટેશને લાવી ગણતરી કરતા કુલ રૂ. ૨૫,૯૫૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution