ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતે નદીમાં નહાવા પડેલો યુવાન ડૂબ્યો
29, મે 2021

ભરૂચ, ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ગરમીથી રાહત મેળવવા યુવાન નદીએ ન્હાવા ગયો હતો જયાં તેને મોત મળી ગયું હતું. ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામમાં રહેતા રોહિત માછીનો ૧૮ વર્ષીય પુત્ર હિતેશ ગરમીથી રાહત મેળવવા માટે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયો હતો. પાણીમાં ન્હાતી વેળા તેને ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં તે ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. નદીમાં માછીમારી કરી રહેલાં માછીમારોએ યુવાનને ડુબતો જાેઇ તેમની બોટ લઇ ત્યાં પહોંચી ગયાં હતાં પણ હિતેશને બચાવી શકાયો ન હતો. ઘટનાની જાણ થતાં નદી કિનારે લોકોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. સ્થાનિક માછીમારો અને તરવૈયાઓએ બે કલાકની જહેમત બાદ હિતેશના મૃતદેહને નદીમાંથી શોધી કાઢયો હતો. મૃતક હિતેશ એકનો એક પુત્ર હોવાથી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution