અમદાવાદ-

રાજકોટની યુવકે અમદાવાદમાં રહેતા યુવકના દિકરાને એડમીશન અપવવાનું કહીને રૂ.10 લાખ પડાવી લઈને કોલેજમાં એડમીશન નહીં કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગે યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ અને વિશ્વાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નિકોલના પુષ્કર બંગ્લોઝમાં રહેતા અને ઓઢવમાં મશીનરી પાર્ટની ફેક્ટરી ધરાવી વેપાર કરતા ચિરાગભાઈ ઠક્કરના દિકરો કોનાર્કે વર્ષ 2020માં એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કર્યો હતો અને એમબીબીએસ બાદ પોસ્ટ ગ્રેજ્યુએટના એડમીશન માટે નીટની પરીક્ષા આપેલી હતી. તે દરમિયાન ચિરાગભાઈ પર એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું ડો.જય ગોવાણી રાજકોટ ખાતે રહુ છુ, તમારા દિકરાએ નીટની પરીક્ષા આપેલ છે જે એડમિશન મેળવવા માટે ક્વોલીફાઈડ હોય તેને સારી કોલેજમાં નજીકમાં એડમીશન મેળવી આપવાની વાત કરી હતી. એટલું જ નહીં તેમ પણ જણાવ્યું હતું કે, કોલેજ કોટા તથા મેનેજમેન્ટ કોટાની સીટો જે કેલેજ મારફતે ફાળવવામાં આવે છે તે સીટોમાં એડમીશન કરાવી આપુ છું તમારા દિકરાના જરૂરી ડોક્યુમેન્ટ મોકલી આપજો જેથી તેનું ફોમ ભરી દવુ. આવી વાતોથી વિશ્વાસમાં આવેલ ચિરાગભાઈએ તેમના દિકરાના જરૂરી ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. બાદમાં એડમીશન પેટે પૈસા ભરવાનું કહેતા ચિરાગભાઈએ અલગ અલગ રીતે રાજકોટ શાખામાં ચેક જમા કરાવી રૂ.10 લાખ ભર્યા હતા. જો કે પૈસા આપી દીધા બાદ. જય ગોવાણી એડમીશન કરાવી આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જો કે આ અંગે પૈસા પરત માંગતા પૈસા પરત આપવામાં પણ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી ચિરાગભાઈ સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હોવાનું જાણવા થતા ચિરાગભાઈએ જય ગોવાણીના વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.