માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ કરતો યુવક ૨૫ ફૂટ ઊંચેથી નીચે પટકાતા ગંભીર ઇજા
20, જાન્યુઆરી 2022

કચ્છ, માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં ૨૫ ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો હતો. અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ચાલક સામે ગુનો નોંધાયો છે. ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ૧૩ નવેમ્બરે કચ્છ કલેક્ટરે માંડવીમાં પેરાશૂટ બંધ કરવા માંડવી પોલીસેને આદેશ આપ્યો છતાં પોલીસે કોઈ પગલાં ના ભરતા આ અકસ્માત સર્જાયો હતા.ભુજના સંજાેગનગરમાં રહેતો યુવાન મકરસંક્રાંતિના દિવસે માંડવી બીચ પર ફરવા ગયો હતો. ત્યાં પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાયો હતો. જેથી યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.માંડવી પોલીસ મથકમાં ભુજના તારીફ સલીમ બલોચ (ઉં.વ.૨૩)એ માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાડીચાલકે ૨૫ ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો. જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી. પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત ૧૩ નવેમ્બર ૨૦૨૧ના લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution