29, માર્ચ 2023
વડોદરા, તા. ૨૯
દિવાળી પુરા કોર્ટ સંકુલમાં માનસિક રીતે અસ્વસ્થ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા કોર્ટ સંકુલમાં દોડધામ મચી જવા પામી હતી. જાે કે કોર્ટ સંકુલમાં હાજર લોકોએ તેને બચાવી ૧૦૮ એમ્બુલન્સ મારફતે સારવાર માટે ગોત્રીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજ રોજ બપોરના સમયે દિવાળીપુરા કોર્ટમાં ગેટ નં. ૬ના કોર્ટ સંકુલમાં આવેલ ઝાડ પર એક યુવકે કપડાની દોરી વડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કોર્ટ સંકુલમાં કરતા ચકચાર મચી જવા પામી હતી. યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતા કોર્ટ સંકુલમાં હાજર લોકો દોડી આવીને ઝાડ પરથી ઉતારીને બચાવ્યો હતો. જે બાદ ૧૦૮ એમ્બુલન્સ મારફતે આ યુવકને ગોત્રીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરાતા ગોત્રી પોલીસ પણ ગોત્રીની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. માનસિક રોગના તબીબી દ્વારા આ યુવકનુ કાઉન્સીલીંગ કરવામાં આવ્યું હતુ. જેમા યુવકે પોર ખાતે રહેતો હોવાનું અને કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા તેને મારવા આવતા હોવોનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેણે કોર્ટમાં વિમલ ગુટખા લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. કોર્ટ સંકુલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર અર્જુન રાઠોડીયા પોલીસ સમક્ષ વારંવાર પોતાના નિવેદનો બદલતો હોવાનું અને ગોત્રી પોલીસ દ્વારા યુવકના પરિવારના ભાળ મળે બાદ જ સચોટ કારણ બહાર આવી શકે તેમ જણાવ્યું હતું.