રાજ્યમાં મધ્યપ્રદેશની યુવતીની લાશ મળવા પાછળ કયું રહસ્ય
06, માર્ચ 2021

દાહોદ-

લીમખેડા તાલુકા મંગલમહુડી નજીક રેલ્વે ગરનાળામાંથી યુવતીની રહસ્યમય સંજાેગોમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતી અમદાવાદથી સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં બેસીને ભોપાલ જતી હતી. જાેકે, ચાલુ મુસાફરી દરમ્યાન મૃતક મહિલા ગુમ થતા પરિજનોએ પીલીસને જાણ કરી હતી.

રેલવે પોલીસે યુવતીની શોધખોળમાં લીમખેડા નજીક હોવાનું બહાર આવ્યું હતું. યુવતી મધ્ય પ્રદેશના અનુપનગરની છે. લીમખેડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. લીમખેડા પોલીસે મૃતક યુવતીનું પેનલ પીએમ કરી મૃતદેહને પરિવારને સોંપ્યો છે. ત્યારે રેલવેના ગરનાળામાં યુવતીની લાશ કેવી રીતે પહોંચી તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution