એક યુવતીનુ બે પ્રેમી સાથેનુ પ્રેમપ્રકરણ બન્યું મોતનું કારણ, જાણો કેવી રીતે
14, સપ્ટેમ્બર 2020

સુરત-

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક યુવતીના બે યુવક સાથેના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. યુવતી મૂળ યુપીની હોવાથી તે થોડા દિવસ પહેલા સુરત આવીને રહેતી હતી. તેના યુપીના પ્રેમીને જાણ થતા તે પણ તેની પાછળ સુરત આવી ગયો હતો અને કોઈ એમ્બ્રોડરી ની ફેકટરીમાં કામકાજ કરતો હતો, અને પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો. તે યુવતીની સાથેના પ્રેમ પ્રકરણમાં તે યુવતી પણ સુરતમાં બીજા કોઈ યુવકના પ્રેમમાં પડી હતી.

સુરતના પ્રેમીને તેના પહેલાના પ્રેમીની જાણ થતા તે યુપીના પ્રેમીને ધમકીઓ આપતો હતો, તે ઝગડાના સ્વરૂપમાં એક દિવસ સુરતના પ્રેમીએ યુપીનો પ્રેમી બ્રિજેશ રામનયન રાજ્ભારને કૈલાશ ચોકડી પર મળવા બોલાવ્યો હતો અને સુરતનો પ્રેમી તેના મિત્રો સાથે તૈયાર જ બેઠો હતો અને જ્યારે યુપી નો પ્રેમી બ્રિજેશ ઘટના સ્થળે મળવા પહોચ્યો હતો ત્યારે, તેને તેની ઉપર સુરતનો પ્રેમી રોહિત અને તેના સાગરીતોએ છાતી અને માથાના ભાગે ચપ્પાના 6 થી 7 ઘા મારીને પતાવી દીધો હતો, અને ત્યાંથી ભાગી છુટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડી રહેલા બ્રિજેશને 108 દ્વારા સરકારી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં વહેલી સવારે બ્રીજેશનુ મૃત્યુ થઇ ગયું હતું. પોલીસે ખાનગી હોસ્પીટલમાં જઈને બ્રિજેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને, સુરતના રોહિત નામના યુવક અને તેના સાગરીતો સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરુ કરી દીધી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution