વડગામ,તા.૬ 

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામમાં રહેતા ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિએ એક અનોખુ પાણીપુરીનું એટીએમ બનાવ્યું છે. આ એટીએમમાં પૈસા નાખવાથી તમારી મનપસંદની પકોડી એક-એક કરી બહાર આવે છે. જે ગ્રાહક જાતે જ ઉઠાવી ખાઈ શકે છે.આ અંગે ભરતભાઈએ જણાવ્યું કે, આ મશીન એક એટીએમ જિેવું જ છે. જેમાં પૈસા નાખવાથી પકોડી બહાર આવે છે. સૌપ્રથમ ગ્રાહકે મશીનમાં સ્ટાર્ટ બટન દબાવવાનું રહે છે. ત્યારબાદ કેટલા રૂપિયાની પકોડી ખાવી છે, તે રકમ લખવાની રકમ લખ્યા બાદ ગ્રાહકે મશીનમાં નીચેની સાઈડે આપેલી જગ્યામાં રૂપિયાની નોટ અંદર નાખતા મશીન નોટને સ્કેન કરી ઓળખી લેશે કેટલા રૂપિયાની નોટ છે. ત્યારબાદ એન્ટર બટન દબાવી દેવાનું. એટલે એક એક કરી મનપસંદ પકોડી તૈયાર થઈ બહાર આવશે.