અમદાવાદ-

અમદાવાદમાં આજે મોઘવારી મુદ્દે આપના ધારણાનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો જેમાં 200 થી વધુ કાર્યકરો બેનર સાથે દેખાવો કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મોઘવારી અને ખાધ્ય તેલના ભાવના વધારા સાથે આજે દેખાવ કર્યા હતા. વલ્લભ સદન પાસે શહેર પ્રમુખ જે જે મેવાડા, ઝોન પ્રભારી શિવ કુમાર અને અન્ય નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા જેમાં મહિલા કાર્યકરો પણ જોડાઈ હતી. દેખાવો શરૂ થતાં જ પોલીસે કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી અને અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી.

વધતાં જતાં પેટ્રોલ ડિઝલના ભાવ અને ખાધ્ય તેલના ભાવોમાં અનહદ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલ 100 રૂપિયા સુધી પહોચી ગયું છે.જેને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહિણીઓ પણ પોતાના બજેટથી પરેશાન થઈ ગઈ છે. ત્યારે વધતાં ભાવ વધારાને રોકવા માટે અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા ધારણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના 200 થી વધુના કાર્યકરો અને મહિલા કાર્યકરો સહિતના કાફલા એ વલ્લભ સદન પાસે મોઘવારીનો વિરોધ કર્યો હતો અને સરકાર વિરુદ્ધના નારા લગાવ્યા હતા.

કાર્યકરોએ હાથમાં બેનરો લીધા હતા અને બેનરોમાં ભાવ વધારો પણ લખ્યો હતો તો કેજરીવાલના નારા લગાવામાં આવ્યા હતા અને બીજી તરફ કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવ્યા હતા.તાનાશાહી સરકારની હાય હાય બોલાવી હતી. કાર્યકરો એ પોલીસ સ્ટેશનમાં રામ ધૂન પણ બોલાવી હતી. કાર્યકરોને પોલીસે પકડીને અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. 4 પોલીસસ્ટેશનના કર્મચારીઓને બંદોબસ્તમાં રાખવામા આવ્યા હતા.