13, સપ્ટેમ્બર 2021
અમદાવાદ-
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરતાં જ સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. કારણ કે, ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યપ્રધાનના પદ માટે ઘણા અનુભવી દાવેદાર નેતાઓએ હતા. ત્યારે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખરેખરમાં ભુપેન્દ્ર પટેલ તો ફક્ત મહોરૂં છે. પાછળથી અમિત શાહ અને સી.આર.પાટિલ રિમોટ કન્ટ્રોલથી સરકાર ચલાવશે. ભૂપેન્દ્ર પટેલે તેમના રબરસ્ટેમ્પ બનીને રહેવું પડશે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, નીતિન પટેલ અમિત શાહ અને સી.આર.પાટિલ કરતા વહીવટી કુશળતામાં વધુ ચઢિયાતા છે. હજી તો એક મહિના પહેલા જ ભાજપે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સફળતાના પાંચ વર્ષની ઉજવણી કરી હતી. ત્યારબાદ આ રાજીનામાંથી સાબિત થયું છે કે, રૂપાણી સરકાર નિષ્ફળ હતી. ભાજપે લોકોની આંખમાં ધૂળ નાંખી છે. ગેસના બાટલમાં 25 રૂપિયાના ભાવવધારાથી વસૂલ કરાયા હવે એક વર્ષ પછી ચૂંટણીમાં બીજો ખર્ચ કરશે. ફરી પ્રજાના પૈસા ઉડાળી ઈંધણના ભાવ વધારશે.ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે જેને લઇને ઇશુદાન ગઠવીએ ભાજપર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, પાટીદારોનો રોષ ઠારવા આ સીએમ બનાવ્યા છે. જો કે આ તો હજી ટ્રેલર છે, પિક્ચર તો, 2022 માં રિલીઝ થશે.