ગોધરા-

કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાજલી કાર્યક્રમ ને લઈ આમ આદમી પાર્ટી દવારા પંચમહાલ જિલ્લાના વિવધ તાલુકામાં જન સંવેદના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના સીમલિયા ફાંટામહુડા ખાતે યોજનાર હતો પરંતુ રાતો રાત કોઈક કારણો સર આ કાર્યક્રમ નિર્ધારીત જગ્યાએ યોજાયો નહતો.અને દામાવાવા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.આજ રોજ આ કાર્યક્રમ માં આપ ના નેતા ગોપાલ ઇટાલીયા ,ઈશુદાન ગઢવી તેમજ પંચમહાલ જિલ્લાના આપના નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ની જગ્યા બદલાતા ગોપાલ ઇટાલિયા એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમુક જગાએ એ ભાજપ દવારા આમ આદમીના આ જન સંવેદના કાર્યક્રમ અટકવામાં આવ્યા છે એ ભાજપ ની નબળી માનસિકતા છે. ભાજપ ડરી ગયું છે.ભાજપના લોકો કાર્યક્રમ અટકાવી ને ના મરદો જેવું કામ કરી રહ્યા છે .પોતની સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે.ભાજપવાળા ચોર છે .ડરી રહ્યા છે આમ આદમી પાર્ટી થી એટલે આમારા કાર્યક્રમોમાં આડખીલી બનો છો.આતો બેસણાનો કાર્યક્રમ છે નહીં કે કોઈ ચૂંટણી સભા .આવા કર્યક્રમો અટકવામાં તમારી તાકાત વાપરો છો એના કરતાં ઘોઘમ્બા તાલુકાના ગામોના વિકાસ માં તમારી શક્તિ વાપરો .સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ પુરી પાડો .જો જગ્યા બદલવાથી કાર્યક્રમો બંધ રહ્યા હોત તો આપડો દેશ હજુ અંગ્રેજોનો ગુલામ હોત.વધુ માં તેમને જણાવ્યું હતું કે પેહલા અંગ્રેજો હતા અને હવે દેશી અંગ્રેજો રાજ કરી રહ્યા છે .કોરોના કાળમાં જ્યારે લોકો ઓક્સીજન વગર અને બેડ વગર મરી રહ્યા હતા ત્યારે ક્યાં હતા આ ભાજપ ના નેતાઓ .હવે તેમને ડર લાગે છે આમ આદમી પાર્ટી નો એટલે તો અમારા કાર્યક્રમો બંધ રહે એવો પ્રયત્નો કરી રહ્યા છે.

વધુ માં ઇસુદાન ગઢવીએ આ ક્રાર્યક્રમની જગ્યા બદલાતા પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે ભારતીય સંસ્કૃતિ ને સમજી નથી રહ્યા એવા લોકો આવા બેસણા અને શ્રધ્ધાનજલીના કાર્યક્રમો અટકાવી રહ્યા છે.પેહલા ના સમયમાં રાક્ષસો આવા વિઘ્નો ઉભા કરતા હતા. હવે આ કલિયુગમાં ભાજપના સિંગડા વગર ના દેશી અંગ્રેજો વિઘ્નો ઉભા કરે છે.ભાજપને કોઈ કર્યક્રમ કરવો હોય તો લોકોને કોન્ટ્રકટ આપી ને લોકો ભેગા કરવાપડે છે પણ આમ આદમી પાર્ટી ને ભલે આજે બીજી જગ્યાએ કાર્યકેમ કર્યો પણ લોકચાહના છે એટલે આટલી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા છે.આપણા સ્વજનોને જે કોરોના માં ગુમાવ્યા છે તેમને સાચી શ્રધ્ધાજંલી ભાજપને ભગાડી ને જ મળશે. કેજરીવાલ સરકારે દિલ્લી માં કોરોનામાં મોત ને ભેટનાર ના ખાતામાં 50 હજાર રૂપિયા નાખ્યા છે.જ્યારે ગુજરાત સરકારે ફૂટી કોડી પણ આપી નથી.ભાજપ તો ગેસ ના બોટલમાં 25 રૂપિયા નો વધારો કરીને જન આર્શિવાદ યાત્રાઓ યોજે છે.