માલપુર નજીક કાર પલટી કારચાલકનો આબાદ બચાવ
27, ઓગ્સ્ટ 2020

અરવલ્લી : બુધવારે સવારે મોડાસા-માલપુર રોડ પર માલપુર નજીક આવેલી સુરભી હોટલ સામે સુરત તરફ જઈ રહેલ કારના ચાલકે ટ્રકની ઓવરટેક કરવાની લાહ્યમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી ત્રણથી ચાર પલટી મારી રોડથી દૂર આવેલા ખેતરમાં ઘુસી ગઇ હતી. કાર રોડ પરથી ધડાકાભેર પલટીઓ ખાતી જોઈ આજુબાજુથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.કારચાલકને કારની બહાર કાઢ્યો હતો. કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડાસા-શામળાજી રોડ પર આવેલ ગાજણ ટોલપ્લાઝા નજીક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટોલ પ્લાઝા નજીક ધીરે ચલેના દિશાસૂચક દર્શવાતા ભારે ભરખમ બોર્ડ સાથે ટ્રક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. લોંખડના બોર્ડ સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રકના કેબીનના ભાગનો કડૂચલો વળી જતા ટ્રક ડ્રાઈવર સહીત ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ,આરટીઓ, ટોલપ્લાઝાના કર્મચારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી ટ્રક ચાલક સહીત ત્રણ ઈજાગ્રસ્ત લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution