કોંગ્રેસમાં ચૂંટણી લડવા અમદાવાદના 48 વોર્ડમાંથી લગભગ 1227 લોકોએ દાવેદારીના ફોર્મ ભર્યાં
28, જાન્યુઆરી 2021

અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે. તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસમાં મોટી સંખ્યામાં દાવેદારોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોની માહિતી મુજબ, કોંગ્રેસમાં સૌથી વધારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી લોકોએ બેઠકો માટે દાવેદારી કરી છે.

મહત્વનું છે કે, કોંગ્રેસ છેલ્લા ૧૫ વર્ષ રાજ્યમાં વિપક્ષમાં જ રહી છે, છતાં દાવેદારોએ કોંગ્રેસના ચિન્હ સાથે ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાઇ છે શહેરના ૪૮ વોર્ડમાંથી લગભગ ૧૨૨૭ લોકોએ દાવેદારીના ફોર્મ ભર્યાં છે જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી ઓછા દાવેદારોએ ફોર્મ ભર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બંને પક્ષ એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે ત્યારે ભાજપએ ચૂંટણી કવાયત હાથ ધરી છે. અમદાવાદ મનપાની સેન્સ પ્રક્રિયા માટે બાયોડેટા મંગાવ્યા હતા. ત્યારે ભાજપે ૩ દિવસ સુધી મનપા વિસ્તારમાં સેન્સ લીધી હતી.

જેમાં દાવેદારી માટે ભાજપને ઉમેદવારોની લાઈન થઈ ચૂકી છે. અને અંદાજીત ૨૦૩૭ જેટલા દાવેદારોનો બાયોડેટા મળ્યા છે. જેમાં અમદાવાદ પશ્ચિમમાં આશરે ૬૮૭, અમદાવાદ પૂર્વમાં ૭૭૧ દાવેદારો નોંધાયા છે જેમાં માત્ર સરદારનગર અને કુબેરનગર વોર્ડમાં ૧૦૦-૧૦૦ દાવેદારો મેદાને આવ્યા છે સાથે કેટલાક નેતાઓ પોતાના સગા-સંબંધીઓને આપવા લોબિંગ કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution