01, સપ્ટેમ્બર 2021
અમદાવાદ-
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 2021-22માં દેશભરમાં 1 કરોડ વિદ્યાર્થી સદસ્યો અને ગુજરાતમાં 6 લાખ સદસ્યો બનાવવાના લક્ષ્ય સાથે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ મેદાને ઉતારશે. 1949 થી કાર્યરત વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોને માત્ર અવાજ આપવાની સાથે તેનો ઉકેલ પણ કેવી રીતે લાવવો તેવા ધ્યેય સાથે, કાર્યરત દેશનું એક માત્ર વિદ્યાર્થી સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઓનલાઇન માધ્યમ દ્વારા સદસ્યતા હાથ ધરવામાં આવશે. આ અભિયાન બે તબક્કામાં રહેવાનું છે. જે 4 થી 8 સપ્ટેમ્બર થી પ્રથમ તબક્કામાં અને બીજો તબક્કો 14 થી 17 સપ્ટેમ્બર સુધી રહેશે. જેમાં ગુજરાતના તમામ વિભાગોનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેની સાથે જે કેમ્પસ પ્રત્યક્ષ રીતે ચાલુ છે.એબીવીપીના કાર્યકર્તાઓ ત્યાં રૂબરૂ જઈને પણ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે.ગુજરાતનું આ સદસ્યતા અભ્યાન બે તબ્બકામાં રહેશે. જેમાં પેહલા તબ્બકામાં સૌરાષ્ટ્રના બધાજ વિભાગોને, સમાવવામાં આવશે. જે તારીખ 4 થી 8 સપ્ટેમ્બર સુધી રહેશે. આ અભિયાનનો બીજો તબ્બકો તારીખ 14 થી 17 સપ્ટેમ્બર સુધી રહેશે. જેમાં ગુજરાતના તમામ વિભાગોનો સમાવેશ કરવામાં આવશે.