રાજકોટ-

હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મોરબી થી અમદાવાદ કોરોનાની સારવાર માટે એમ્બ્યુલન્સમાં જઇ રહેલા પિતા-પુત્ર અને એમ્બ્યુલન્સ ચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ-મોરબી રોડ પર આવેલ સુંદરગઢ ગામ નજીક મોરબી ખાતે રહેતા અલીમોહમ્મદ ભાઈ રહેમતુલ્લાભાઈ અબ્બાસી ઉંમર 78 જેઓ કોરોનાથી સંક્રમિત થતા મોરબી થી એમ્બ્યુલન્સમાં તેઓ અને તેમનો દીકરો અને દીકરા ની વહુ અને એમ્બ્યુલન્સ ચાલક સહિત ચાર લોકો અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે સુંદર ગઢ ગામ નજીક હળવદ તરફથી આવતા ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ અલીમોહમ્મદભાઈ રહેમતુલ્લાભાઈ અબ્બાશી ઉંમર વર્ષ 78 અને તેમનો દીકરો યાસીનભાઈ મોહમ્મદભાઈ અબ્બાસી ઉમર 44 રહે બંને વીસીપરા મોરબી તેમજ એમ્બુલન્સ ચાલક જીતુભાઈ મુન્નાભાઈ ઝાલા રહે વાલ્મિકી વાસ મોરબી ઉંમર વર્ષ 25 સહિત ત્રણ ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર રેહાના બેન યાસીનભાઈ ઉંમર 42ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છેબનાવની જાણ પોલીસને થતા પી.આઈ પી.એ દેકાવાડીયા,પીએસઆઇ પી.જી પનારા,રાધિકા રામાનુજ, ચરાડવામાં જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે