બાલારામ પુલ નજીક ટ્રક -ટ્રેકટર વચ્ચે અકસ્માત ઃ જાનહાની નહીં
23, જુન 2020

વડગામ,તા.૨૨ 

પાલનપુરથી આબુરોડ નેશનલ હાઇ-વે ઉપર આવેલા બાલારામ પુલ નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે સહેજમાં મોટી જાનહાની થતા ટળી ગઇ હતી.

અક્સમાતની પ્રાપ્ત વિગત મુજબ પાલનપુરથી અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે ફેન્સીગ તારના થાંભલા ભરીને જઇ રહેલા નવા નક્કોર ટ્રેકટરને પાલનપુર તરફથી લોડ ભરીને આવી રહેલા ટ્રકના ચાલકે બાલારામ પુલ ચડતા ઢોળાવ ઉપર ટ્રેકટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારતાં ટ્રેકટરચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રેક્ટર રોડ ડીવાયડરની ઉપર ચઢી ગયું હતું.સદનસીબે ટ્રેકટરમાં બેઠેલા બે વ્યક્તિઓનો અદભુત બચાવ થયો હતો. અકસ્માતના પગલે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર જામ થઇ ગયો હતો. અકસ્માતની પોલીસને જાણ તથા અકસ્માત સ્થળે દોડી જઇ અકસ્માતગ્રસ્ત ટ્રકનેક્રનની મદદથી સાઇડ પર ખસેડી લઇ વાહનવ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો. પોલીસે અકસ્માત અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution