વડોદરા, તા.૧૪

વડોદરા શહેરની સીમા બહારથી પસાર થયેલા નેશનલ હાઈવે પર રોજબરોજ નાના મોટા વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે ગઈકાલ રાત્રે વધુ એક બનાવ જીએસએફસી કંપનીના ગેટ પાસે બ્રિજ નજીક બ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હાઈડ્રોજન અકસ્માતમાં હાઈડ્રોજન ગેસના બોટલ માંથી ગેસ લીકેજ થતા ભાગદોડ નાં ‌ દ્રશ્યો સર્જાયા હતા્‌ જાે કે આ બનાવની જાણ છાણી ફાયર બ્રિગેડ તથા જીએસએફસી નું ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને હાઈડ્રોજન લીકેજ થઈ રહેલા ગેસ બોટલ ઉપર પાણી મારો ચલાવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જ્યારે કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢી તેને સારવાર માટે ૧૦૮ દ્વારા સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.આ બનાવમાં ટ્રકને ભારે નુકસાન થવા પામ્યું હતું.

બનાવની પ્રાપ્તિ વિગત એવી છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રોજબરોજ નાના મોટા વાહન અકસ્માતોના બનાવો બનતા રહે છે અને નાની મોટી જાનહાનિ નો સિલસિલો ચાલુ રહે છે. ત્યારે ગઈકાલે રાત્રિના દસ વાગ્યાની આસપાસ જીએસએફસી કંપનીના ગેટ પાસે બ્રિજ નજીકથી રણોલી થી અંકલેશ્વર હાઈડ્રોજન ગેસ ભરાવવા માટે ટ્રકનો ચાલાક હરભજન સિંહ ખાલી ગેસના બોટલો ભરીને જઈ રહ્યો હતો. આ ચાલાક રોંગ સાઈડ હાઇવે ઉપર ટ્રક હંકારી રહ્યો હતો તે વખતે આ રોડ ઉપરથી પસાર ટ્રક સાથે અથડાયો હતો જેથી બ્રિજ જીએસએફસી કંપનીના ગેટ પાસે સામસામે બે ટ્રકનો અકસ્માત થયો હતો. જાેકે આ અકસ્માતમાં હાઈડ્રોજન ખાલી ગેસ બોટલના ટ્રકને નુકસાન થવા સાથે હાઇડ્રોજન ગેસ ના ખાલી બોટલમાં રહેલો કેટલોક ગેસ લીકેજ થયો હતો જેના કારણે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે ભાગદોડ કરી મૂકી હતી.