15, જાન્યુઆરી 2021
પંચમહાલ-
ઉત્તરાયણ જેવા પવિત્ર અને લોકપ્રિય તહેવાર દરમિયાન પતંગ દોરી લૂંટવા જતાં કે વાહન ચલાવતી વખતે ગળામાં દોરી લપેટાઈ જતાં અનેક અકસ્માતો નોંધાતા હોય છે. પંચમહાલમાં ઉત્તરાયણના દિવસે જ આવા અનેક અકસ્માતો નોંધાતાં પરીવારો માટે તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.
પંચમહાલ સમગ્ર જીલ્લામાં દોરી વાગવાથી બે જણાનાં મોત થયા હતા જ્યારે ચારથી વધુને ઈજાઓ થઈ હતી. ગોધરા-બરોડા હાઈ-વે પર બાઈક પર નાંદરખા તરફ જઈ રહેલા કાકાના ગળામાં ચાઈનીઝ દોરી લપેટાઈ જવાથી 40 વર્ષીય કાકાનું મોત થયું હતું. આ બંને વેજલપુરના વતની હતા.
જીલ્લામાં બે જણાનાં દોરીથી કપાઈ જવાથી મોત થયા છે, જ્યારે અન્ય ચારને ઈજાઓ થઈ છે. બીજીબાજુ, દાહોદમાં એક્ટીવા લઈને બ્રિજ પરથી જઈ રહેલા એક દિપક ભરવાણી નામના યુવકના ગળામાં દોરી ભેરવાઈ જતાં તેને ગંભીર ઈજા થઈ હતી. તેના માથાના ભાગે 35 જેટલા ટાંકા આવ્યા હતા. આણંદ પાસે બોચાસણ ગામ રોડ પર એક ચાર વર્ષીય બાળકનું ગળું કપાતાં તેનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.