અમદાવાદ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેબ્રુઆરીમાં ૨ તબક્કામાં યોજાશે. આ ચૂંટણીને લઈને બધા પક્ષો દ્વારા કમર કસવામાં આવી રહી છે. તો ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આંતરિક સર્વ હાથ ધરવામાં આવ્યો હતો.આંતરિક સર્વમાં ૭૦ ટકા બેઠકો ભાજપના ફાળે જાય તેવી ચિત્ર સ્પષ્ટ થયું હતું.

ભાજપ માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર માટે હજુ પણ પડકારજનક સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ માટે મહાનગરપલિકામાં કોઈ મુશ્કેલી નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પડકાર હોવાનું જણાવ્યું છે. તો કેટલાક નગરપાલિકામાં આંતરિક વિખવાદને કારણે પરિણામમ અસર પડી શકે છે.ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખાસ ધ્યાન રાખવું પડશે નહીં તો ગણિત ઊંધું પડી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કેટલાક કાર્યકરોમાં પણ રોષ જોવા મળે છે. મહાનગરપાલિકામાં થોડી બેઠકો પણ અપક્ષોના ફાળે જાય છે તો પરિણામમાં વિપરીત સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી ભાજપ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યું છે.