વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ૧૯ વોર્ડના શાસક પક્ષના પૂર્વ કાઉન્સિલરો પૈકી ૧૧ વોર્ડના ૧૮ પૂર્વ કાઉન્સિલરોની ટીકીટ મેળવવાની મનોકામના મનની મનમાં રહી જશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમો અનુસાર આ ટીકીટ વાંછુઓના સ્વપ્ન ઉમર અને ત્રણ ટર્મના બાબતે મુકરર કરાયેલ નિયમોના કારણે એકાએક રોળાઈ જશે. જેની સૌથી વધુ અસર વોર્ડ છમાં થવા પામશે. જ્યાં એક સાથે ત્રણ ત્રણ પૂર્વ કાઉન્સીલરોની ટીકીટ કપાશે. આ અંગે પક્ષના આંતરીક સૂત્રોના જણાવ્યા અનુસાર પાલિકાના ગત બોર્ડમાં શાસક પક્ષના પૂર્વ કાઉન્સિલરો પૈકી જેઓની ટીકીટો કપાવવાની સંભાવનાઓ છે. એમાં વોર્ડ બેમાં પન્નાબેન (પ્રવિણાબેન)કમલેશભાઈ દેસાઈનું પત્તુ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના બેન હોવાના નાતે,અને વંદનાબેન ભરતભાઈ ખોડેની ત્રણ ટર્મ અને સાથોસાથ ઉમર પુરી થઇ હોવાને લઈને પત્તુ કપાશે. આજ પ્રમાણે વોર્ડ ત્રણમાં શાકુન્તલાબેન જનકરંગ મહેતાને ત્રણ ટર્મ ઉપરાંત ઉમર થઇ હોવાના કારણે અને આજ વોર્ડના યોગેશ ડાહયાભાઇ પટેલ (મુક્તિ)ની ત્રણ ટર્મ પુરી થતા ટીકીટ કપાશે. વોર્ડ પાંચમા હસમુખ પટેલની ઉમર થઇ ગઈ હોવાને લઈને ટીકીટ કપાશે. જ્યારે સૌથી વધુ અસર વોર્ડ છમા થશે. જ્યાં જેમાં ઉંમરને લઈને પરષોત્તમ મુલચંદ હેમનાણીની ટીકીટ ઉમર અને ત્રણ ટર્મ બેઉ બાબતોને લઈને ટીકીટ કપાશે. જયારે પૂર્વ શાસક પક્ષના નેતા કેતનભાઈ દેવેન્દ્રપ્રસાદ બ્રહ્મભટ્ટને ત્રણ ટર્મ પૂર્ણ થતી હોઈ ટીકીટ આપવામાં આવશે નહિ. આજ પ્રમાણે આજ વોર્ડના જયશ્રીબેન ગીરીશભાઈ શાહની ટીકીટ પણ ઉંમરના કારણે કપાશે. વોર્ડ આઠમા પૂર્વ મેયર દો.જિગીષાબેન જતીનભાઈ શેઠ અને અજીતભાઈ મનુભાઈ પટેલની ઉમર થઇ ગઈ હોઈ તેમજ બંનેએ ત્રણ ટર્મ પૂર્ણ કરી હોઈ તેઓની ટીકીટ કપાશે. એ નિશ્ચિત મનાય છે. વોર્ડ દશમા કંચનબેન જયદેવભાઇ રાઇને પણ ઉમર અને ત્રણ ટર્મ બાધારૂપ બનશે. વોર્ડ ૧૧માં શાસક પક્ષના બન્ને પૂર્વ મહિલા કાઉન્સિલરો ભાવનાબેન બાલકૃષ્ણ શેઠ અને શાકુન્તલાબેન નટુભાઈ સોલંકીની ટીકીટ ઉંમરને લઈને કપાશે. વોર્ડ ૧૨માં દક્ષાબેન નટવરલાલ પટેલની ટીકીટ પણ ઉંમરના કારણે કપાશે. જયારે વોર્ડ ૧૩માં ગીતાબેન કાછીયાની ટીકીટ પણ ઉંમરને કારણે કપાશે. વોર્ડ ૧૪માં શાસક પક્ષના બન્ને પૂર્વ કાઉન્સિલરો ચંદ્રકાન્ત છોટાલાલ ઠક્કર અને વિજયકુમાર વિઠ્ઠલરાવ પવારની ટીકીટ ઉંમરને ધ્યાનમાં રાખીને કપાશે એ નિશ્ચિત છે. આ ઉપરાંત વોર્ડ ૧૫માં દિપક મધુભાઈ શ્રીવાસ્તવની ટીકીટ પરિવારવાદને ટીકીટ આપવાની ન હોઈ કપાશે. એ નક્કી છે. આમ પાલિકાના પૂર્વ શાસકોના કાઉન્સિલરોમાંથી દશ મહિલા અને આઠ પુરુષ મળી અઢાર કાઉન્સિલરોની ટીકીટ કપાશે. જે પૈકી બેની ટીકીટ પરિવારવાદને કારણે કપાશે. જયારે બાકીનાઓની ટીકીટ ઉમર અને ત્રણ ટર્મને કારણે કપાશે. આ ઉપરાંત સંભવિત ઉમેદવારોની યાદીને માટે પણ આ નિયમ લાગુ કરાતા ભાજપના અનેક સંભવિત ઉમેદવારોના સ્વપ્ન રોળાઈ જશે. એમ પક્ષમાં ચર્ચાઈ રહ્યું છે. જેમકે વોર્ડ એક માં ભારત શાહની ટીકીટ કપાશે. એ પ્રમાણે અન્ય વોર્ડમાં પણ આ નિયમ લાગુ કરતા જેઓ ટીકીટ નક્કી હોવાનું માની રહ્યા છે.તે પૈકી કેટલાયની ટીકીટો કપાશે.