અમદાવાદ, નરોડા વિસ્તરમાં આવેલી સોના ચાંદીની દુકાનમાં એક સુંદર યુવતી ખરીદી કરવાના બહાને દુકાનમાં ગઈ હતી.જયાં તેણે કોઈ વસ્તુ સેરવી લીધી તેવો હોબાળો થયો હતો. નરોડા માછલી સર્કલ પાસે લોકોએ આ યુવતીને થાંભલા સાથે બાંધી દીધી હતી. કેટલાક લોકો આ યુવતીને માર મારતા રહ્યા હતા .જેમાં એક વખત તો યુવતી બેભાન પણ થઈ ગઈ હતી. જાેકે હાલ નરોડા પોલીસ યુવતી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે દુકાન મા રહેલા સી સી ટી વી પણ ચકાસવામાં આવશે ખરેખર આ યુવતી એ કોઈ ચોરી કરી છે કે કેમ તે પણ તાપસ કરવામાં આવશે પરંતુ ખરેખર યુવતીને મારનાર સામે પણ કડક કાર્યવાહી કરવી જાેઈએ. આ સમગ્ર ઘટનામાં પોલીસ અત્યારે હકીકત તાપસ કરી રહી છે પરંતુ આ એક મહિલા સાથે થયેલું વર્તન કેટલું યોગ્ય છે એ એક પ્રશ્ન થાય છે જાેકે તમામ હકીકત જાેવાનું કામ પોલીસ નું હોય છે આ લોકોએ આ યુવતીને પોલીસને સોંપી દેવી જાેઈતી હતી નહીં કરે કાયદો પોતાના હાથ મા લેવો જાેઈએ આ યુવતી પર હાથ અજમાવીને પુરુષો વિરતાનું પ્રદર્શન કરી રહ્યાં હોય તેમ તેને બેરહેમી થી માર માર્યો હતો. જાેકે ઘટના ખૂબ જ ઘૃણાસ્પદ હોવાથી પોલીસે મારનાર લોકો પર કાયદેસર કાર્યવાહી કરવી જાેઇએ.