બસ સ્ટેશન સહિત અન્ય વિસ્તારમાં માસ્ક નહિ પહરેલ સામે કાર્યવાહી
28, મે 2021

શહેરા, શહેરા પોલીસ દ્વારા બસ સ્ટેશન સહિત અન્ય વિસ્તારમાં માસ્ક નહિ પહરેલ સામે કાર્યવાહી હાથધરી હતી. પી.એસ.આઇ માસ્ક નહિ પહરેલ સામે કાર્યવાહી કરી ને નિયમો શીખવાડી રહયા હોય ત્યારે જાહેર માર્ગ ઉપર મો ઉપર પી.એસ.આઇ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નીચે રાખીને મોબાઈલ પર વાત કરતા નજરે પડયા હતા.શહેરા પોલીસ એ રહી રહીને બસ સ્ટેશન , સિંધી ચોકડી સહિત અન્ય વિસ્તારમાં માસ્ક નહિ પહેરીને ફરતા લોકો સામે કાર્યવાહી હાથધરી હતી.પોલીસ મથક ના પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન અને બે પી.એસ.આઇ સહિતનો પોલીસ સ્ટાફ બજાર વિસ્તારમાં રાહદારી તેમજ દુકાનોમાં માસ્ક નહિ પહેરેલ હોય તેવા દુકાનદારોને તેમજ ત્યાં કામ કરતા લોકો સામે દંડ ની કાર્યવાહી કરવા સાથે નિયમોનું પાલન કરવા જણાવી રહ્યા હતા. પોલીસ માસ્ક થોડું નીચે હોય તો સામાન્ય વ્યક્તિ સામે તે સમયે રૂપિયા ૧૦૦૦ સુધીનો દંડ વસૂલ કરી રહયા હતા.ત્યારે જાહેર માર્ગ ઉપર પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નાકથી નીચે ઉતારી ને બિંદાસ્ત મોબાઈલ પર વાત કરતા નજરે પડ્યા હતા. પોલીસ એક તરફ માસ્ક થોડું નીચે હોય કે મો ઉપર માસ્ક પહેરેલ નહી હોય તેવા પાંચ થી વધુ લોકોને રૂપિયા ૧૦૦૦સુધીનો દંડ કરી ને દંડની પાવતી આપતી હોય બીજી તરફ પી.એસ.આઇ. બી.આર. ક્રિશ્ચયન જાતે તે સમયે બજાર માં નિયમોનું પાલન ના કરે તો ચાલે વાહ...રે....પોલીસ વાહ .....પ્રજાજનો માથી કોઈના ચહેરા ઉપર થોડું માસ્ક નીચે હોય તો પોલીસ કડક કાર્યવાહી સાથે નિયમો સમજાવતા હોય જ્યારે પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નીચે રાખે તો તેમના માટે નિયમો નહિ લાગતા હોય કે શું? શહેરા માં પોલીસ એ જ્યારે બજારમાં ભીડ ભાડ જાેવા મળી રહી હતી ત્યારે કાર્યવાહી કરવામાં આવી નહિ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા નિયમોનું પાલન હાલની પરિસ્થિતિને જાેતા કરાવવું તે સારી બાબત કહેવાય પણ જ્યારે પોલીસ મથકના પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન નિયમોનું પાલન કરવા બીજાને કહેતા હોય અને ત્યારે પોતે જ બજાર મા માસ્ક મો ઉપર થી નીચે રાખે તે ચાલે જ્યારે બીજી તરફ તેજ સમયે તેમના સાથેનો પોલીસ સ્ટાફ માસ્ક ને લઈને દંડ કરતો નજરે પડી રહયો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા ઉપરોક્ત આ બાબતને કેટલી ગંભીરતાથી લેવામાં આવશે તે જાેવુંજ બની રહયુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution