મુંબઈ-

ડ્રગ્સ મામલામાં ઝડપાયેલો અભિનેતા અરમાન કોહલીને મુંબઈની એક કોર્ટે 1 સપ્ટેમ્બર સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો છે. NCBએ હવે આ મામલામાં 5 જગ્યા પર દરોડા પાડ્યા છે. આ સાથે જ 2 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન NCBએ ડ્રગ્સ પણ કબજે કર્યું છે. તો આ પહેલા માહિતી મળી રહી હતી કે, અરમાન કોહલી મામલામાં વિદેશી કનેક્શન પણ જોડાયેલું છે. અરમાન કોહલી સાથે ડ્રગ પેડલર અજય સિંહ ઉર્ફે મામુ પણ NCBના સકંજામાં છે. NCBએ જણાવ્યું હતું કે, અજય સિંહના તાર વિદેશી ડ્રગ સિન્ડિકેટ અને પ્રોસ્ટિટ્યૂશન રેકેટ સાથે જોડાયેલા છે. તપાસ ટીમને કેટલાક વોટ્સ એપ ચેપ મળી છે, જેનાથી ખબર પડે છે કે, અજય સિંહ કોલંબિયા અને પેરૂના લોકોના સંપર્કમાં હતો, જ્યાંથી તેનો સપ્લાય આવતો હતો. અભિનેતા અરમાન કોહલીની ડ્રગ્સ મામલામાં ધરપકડ પછી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો NCBએ મુંબઈ શહેર અને નાલાસોપારામાં 5 જગ્યા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન NCBએ 2 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે.