અભિનેતા રાનિત રાય ઘરનો સામાન વેચીને ચલાવી રહ્યો છે પોતાનું કામ
06, જુન 2020

લાકડાઉનામાં દરેક સેક્ટરમાં કમાણી પર મોટી અસર ઉભી થઇ છે, આમાં મનોરંજન જગત પણ આવી ગયુ છે. લાકડાઉનના કારણે લેવિસ લાઇફ જીવી રહેલી કેટલાક સ્ટાર એક્ટરોની હાલત પણ કફોડી બની ચૂકી છે. આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ અભિનેતા રોનિત રાયનું આવ્યુ છે. હાલ રોનિત રાય આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં રાનિય રાયે જણાવ્યુ કે તે લાકડાઉનના કારણે તે ખુબ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. હાલ રોનિત રાય આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો છે છતાં તે લોકોની મદદ કરી રહ્યો છે. જાન્યુઆરીથી જ તેની આવક બંધ છે, અને તેને બિઝનેસ માર્ચ મહિનામાં એકદમ ઠપ થઇ ગયેલો. હવે આવામાં જરા પણ કમાણી નથી થઇ રહી, જાકે, આ મુશ્કેલ પરીસ્થીતીમા પણ તે ડિપ્રેશનમાં જવાની જગ્યાએ હિંમતથી કામ લઇ રહ્યો છે. રોનિત રાયએ આગળ કહ્ય કે, એક્ટીંગ બિઝનેસ માર્ચથી બંધ છે, હવે મારી પાસે જે પણ વસ્તુઓ ઘરમાં બચી છે, તેને વેચી રહ્યો છું, જેથી તે ૧૦૦ પરિવારોને સપોર્ટ કરી શકુ, જેની જવાબદારી મેં ઉઠાવી છે. હું વધારે પૈસા વાળો નથી છતાં આ કામ કરી રહ્યો છું. તેના મતે આવા સમયે મોટા મોટા પ્રાડક્શન હાઉસ અને ચેનલોએ કંઇક કરવુ જાઇએ. ઉલ્લેખનીય છે કે, એક્ટર રોનિત રાયે ફિલ્મોમાં કામ કર્યુ, ૧૯૯૨માં આવેલી ફિલ્મ જાન તેરે નામમાં મુખ્ચ ભૂમિકા નિભાવી છે. આ સાથે લાઇમ લાઇટમાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution