04, મે 2021
વલસાડ, વલસાડ જિલ્લા માં કોરોના એ એવો આતંક મચાવ્યો છે કે સરકારી આરોગ્ય કર્મીઓ થી લઇ ખાનગી હોસ્પિટલો ના ડોકટરો કોવિડ દરદીઓ ને બચાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જરૂરી આરોગ્ય ની સુવિધાઓ ના અભાવે ડોકટર મજબુર બન્યા છે. વાપીની જનસેવા હોસ્પિટલમાં ઓક્સિજન ન હોવાથી દર્દીઓ માટે પ્રવેશ બંધ ખરાયો હતો. પોતાના પેશન્ટ ને બચાવવા માટે ડોકટરો જીવજાન થી મહેનત કરી રહ્યા છે પરંતુ ઓક્સિજન ના અભાવે દરદીઓ મોત ને ભેટી જાય છે પોતા ના પેશન્ટ ને પોતા ની નજર સામે મરતા જાેઈ ડોકટરો પણ ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે મજબુર ડોકટરો ની વ્યથા કોઈ સમજી શકતું નથી દરદી ના મરણ થયા બાદ દરદી ના સ્વજનો પણ ડોકટરો પર ખોટા આક્ષેપ કરી તેવો ને ઓર દુઃખી કરતા હોય છે પરંતુ હકીકત એ છે કે પોતા નો પેસેન્ટ ના મરણ થતા ડોકટરો ને પણ ભારે આઘાત લાગતો હોય છે આ મહામારીએ ડોકટરો ની ચારેબાજુ થી પરીક્ષા લેવાઈ રહી હોય તેવી સ્થિતિ ઉભી કરી છે બે દિવસ પહેલા રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી વલસાડ સિવિલ ની મુલાકાતે આવેલા ત્યારે રાજ્ય ના કોઈપણ હોસપિટલ માં રેમડીસિવિર ઈન્જેકશન કે ઓક્સિજન ભરપૂર માત્ર માં ઉપલબ્ધ કરવા માં આવ્યા હોવાનું જણાવી વાહવાહી ના બણગાં ફુક્યા હતા પરંતુ ઓક્સિજન ની કેટલી કમી છે એ બાબત કોઈ થી છુપાયેલી નથી વાપી ની શ્રેયસ મેડીકેર સંચાલિત એમ.એન.મેહતા (વલવાડા ) જનસેવા હોસ્પિટલે ઓક્સિજન ના અછત ને કારણે કોવિડ ના દરદીઓ ને દાખલ કરતા બંધ થયા છે હોસ્પિટલ ની સામે ઓક્સિજન ની અછત ને કારણે કોવિડ દરદીઓ ને દાખલ કરવા માં આવશે નહિ નો બોર્ડ મારી દેવાયો છે. આ હોસ્પિટલ માં મોટા ભાગ ના ટ્રસ્ટીઓ કોંગ્રેસી હોવાને કારણે અહીં ઓક્સિજન અપાતું ન હોવાની પણ લોકો માં બુમ ઉઠી હાલે રાજનીતિ રમવાનો સમય નથી પરંતુ સત્તા ના પૂજારીઓ મહામારી માં પણ રાજનીતિ રમતા લોકો માં રોષ જાેવા મળી રહ્યો છે.