કાબુલ-

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આતંકવાદી સંગઠન દ્વારા થયેલા હુમલામાં 13 પોલીસ અધિકારીઓનાં મોત નીપજ્યાં છે. સુરક્ષા અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી છે. હેરત પોલીસ પ્રવક્તા અબ્દુલ અહાદ વાલિદાજાએ કહ્યું છે કે, હિરાત પ્રાંતના ઘોરિયન જિલ્લામાં તાલિબાનના હુમલામાં 13 પોલીસ અધિકારીઓનાં મોત નીપજ્યાં છે. નોંધનીય છે કે દોહામાં તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે શાંતિ વાટાઘાટો છતાં પણ અફઘાનિસ્તાનમાં હિંસા ઓછી થતી નથી. સતત હિંસામાં નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી છે.