ભુજ, લખપત તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પાંધ્રો ગ્રામ પંચાયત દ્વારા સમરસ ગ્રામ પંચાયતનો ર્નિણય લેવામાં આવ્યો છે.પાંધ્રો ગ્રામ પંચાયતમાં પાંધ્રો ઉપરાંત વર્માનગર,એકતાનગર, સોનલનગર, નવાનગર અને અપનાનગર વિસ્તારનો સમાવેશ થાય છે.ગામમાં ૧૪ વોર્ડમાં ૪ હજારથી ૪૫૦૦ ની વસ્તી છે ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેથી સરપંચ ભગવતીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને શનિવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનો અને આગેવાનોની હાજરીમાં મીટીંગ મળી હતી.જેમાં પાંચ વર્ષના કાર્યો વર્ણવી ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.આ તકે ઉપસ્થિત સર્વે સમાજના આગેવાનો અને વડીલો દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. જેમા પાંધ્રોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહિ કરવાનો ર્નિણય લઈ સમરસ ગ્રામ પંચાયતની જાહેરાત કરવામાં આવી હતી. આગામી ૧ થી ૪ ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની અને ૭ તારીખ સુધી ફોર્મ પરત ખેંચવાની અવધિ છે.આ મીટીંગમાં જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનીધી દેશુભા જાડેજા,પૂર્વ સરપંચ વિક્રમસિંહ,શીવુભા સોઢા સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.ભચાઉ તાલુકાના નાનીચીરઇ ગામે મોટાપીરના કમ્પાઉન્ડમાં મીટીંગ યોજાઈ હતી,જેમાં નાની ચીરઇ,ગોકુલગામ, યશોદાગામ અને નંદગામના હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલોએ સાથે મળીને ગામમાં ચૂંટણી ન કરવા આહવાન કર્યું હતું. તેમજ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થાય એ માટેનો ર્નિણય કરવામાં આવ્યો હતો.

તમામ સમાજના આગેવાનો ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ કરવા માટે સહમત થયા હતા. જાેકે,ફોર્મ ભરવાના અંતિમ દિવસ ૪ ડિસેમ્બરના રોજ ચિત્ર સ્પષ્ટ થશે.તાલુકા પંચાયતના ઉપસરપંચ સમરતદાન ગઢવીએ જણાવ્યું કે,લખપતમાં કુલ ૩૩ ગ્રામ પંચાયતો છે જેમાં સૌથી મોટી ગ્રામ પંચાયત પાંધ્રો દ્વારા અન્ય પંચાયતો માટે ઉદાહરણરૂપ ર્નિણય લેવામાં આવ્યો છે.સર્વે સમાજ અને આગેવાનોની બેઠકમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી નહિ લડીને ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે. જેમાં ૪૦ વર્ષ બાદ લઘુમતી ઉમેદવાર સરપંચ અને ઉપસરપંચ પદ માટે અઢી વર્ષની મુદતમાં બ્રહ્મસમાજ અને ગઢવી-ચારણ સમાજના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે.સમરસ ગ્રામ પંચાયતને એક્સ્ટ્રા પાંચ લાખની ગ્રાન્ટ મળતી હોવાનું પણ કહ્યું હતું.લખપત તાલુકાના પાનધ્રો ગામમાં ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં યોજાયેલી ગ્રામસભામાં સર્વ સહમતીથી લઘુમતી ઉમેદવારને સરપંચ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે,જે કોમી એકતાનું ઉદાહરણ છે. પંચાયત બોડીમાં તમામ ઉમેદવારો બિનહરીફ છે તેવો ર્નિણય આગેવાનો અને સમાજના મોવડીઓની સહમતીથી લેવાયો હોવાનું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દિનેશભાઇ સથવારાએ જણાવ્યું હતું.