વડોદરા, તા.૯

લોકડાઉન હોવા છતાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા વારસિયાના કુખ્યાત બૂટલેગરો પર શહેર પોલીસ ઓળધોળ હોવાનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે. તાજેતરમાં વારસિયાનો લાલચંદ ઉર્ફ લાલુ સિંધીનો સાગરીત વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો હતો અને તેણે આ દારૂની બોટલો લાલચંદ ઉર્ફ લાલુ પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી તેમ છતાં વારસિયા પોલીસે ત્રણ દિવસ બાદ પણ લાલુ સામે કોઈ જ કાર્યવાહી નહી કરી સમગ્ર મામલો રફેદફે કરી નાખતા વારસિયા પોલીસ વધુ એક વાર વિવાદમાં આવી છે. 

વારસિયા પોલીસના સર્વેલન્સ સ્કવોડે ગત ૬ઠ્ઠી તારીખના રાત્રે સંયુક્ત બાતમીના આધારે વારસિયાના હરિકૃપા ફ્લેટની પાછળ રાધેશ્યામ ફ્લેટની નીચે અજય મુકેશકુમાર આહુજા (રાધેશ્યામ સોસાયટી, ધોબીતળાવ પાસે વારસિયા)ને ઝડપી પાડ્યો હતો અને તેને સાથે રાખી તપાસ કરી હતી જેમાં ફ્લેટના નીચે પા‹કગના ભાગે બે બેગમાં મુકેલી ૧૨ હજારની કિંમતની સિગ્નેચર રેર Âવ્હસ્કીની ૧૨ બોટલો કબજે કરી હતી. પોલીસ જવાનોએ આ દારૂની બોટલો કોની પાસેથી લાવ્યો છે તેમ પુછતા તેણે દારૂની બોટલો વારસિયામાં રહેતા લાલચંદ ઉર્ફ લાલુ હેમનદાસ ખાનાની પાસેથી લાવ્યાનું જણાવ્યું હતુ જેથી પોલીસે તેની પાસેથી દારૂની બોટલો એક મોબાઈલ ફોન સહિત ૨૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ વિગતો વારસિયાના પોકો ચંદ્રેસિંહ વેચાતભાઈએ વારસિયા પોલીસ મથકમાં નોંધાવેલી સત્તાવાર એફઆઈઆરમાં જણાવી હતી. જાકે આ બનાવની તપાસ હેકો ગોવિંદભાઈ બારિયાને સોંપાઈ હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે પરંતું ખરેખરમાં આ ગુનામાં કદાચ ખિસ્સુ ગરમ થાય તેમ લાગતા તેની તપાસ ડીસ્ટાફના હેકો કાનાભાઈને સોંપાઈ હતી. દારૂની બોટલો સાથે ઝડપાયેલા આરોપીઓએ માલ લાલચંદ ઉર્ફ લાલુ સિંધી પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી અને તેનો એફઆઈઆરમાં પણ ઉલ્લેખ હોવા છતાં નવાઈ વચ્ચે વારસિયા પોલીસે આ બનાવમાં લાલુ સિંધી સામે કાર્યવાહી કરવા માટે તેને વોન્ટેડ જાહેર કરવાના બદલે તેની સામે કોઈ જ ગુનો નોંધ્યો નહોંતો અને લાલુ સિંધીના સાગરીત અજયના રિમાન્ડ લેવાની પણ તજવીજ નહી કરી તેને જામીન પર છોડી દઈ સમગ્ર મામલામાં ભીનુ સંકેલ્યુ હોવાની વાતો સપાટી પર આવતા જ વારસિયા પોલીસે આ કિસ્સામાં નામચીન અને વગદાર બૂટેલગર લાલુ સિંધી સામે કાર્યવાહી નહી કરી ખિસ્સુ ગરમ કર્યાની વાતે પણ જાર પક્ડયુ છે. 

વારસિયા પોલીસનો વાહિયાત બચાવ.. એફઆઈઆર ખોટી છે 

લાલચંદ ઉર્ફ લાલુ ખાનાની સામે કેમ ભીનુ સંકેલ્યુ ? તેવો ‘લોકસત્તા-જનસત્તા’ દ્વારા આ બનાવના તપાસ અધિકારી ડીસ્ટાફના હેકો કાનાભાઈને પ્રશ્ન કરાતા જ તેમણે એવો વાહિયાત બચાવ કર્યો હતો કે આ ફરિયાદ જ ખોટી છે..ફરિયાદ ટાઈપ કરતા ઓપરેટરે ભુલ કરી છે. આ બનાવમાં આરોપી અજય આહુજા જે લાલુ સિંધીનો સાગરીત છે તેના રિમાન્ડ કેમ ના મેળવ્યા તે પ્રશ્નનો એવો જવાબ આપ્યો હતો કે આરોપીના રિમાન્ડ મેળવવા જેવું કશું નહોંતી. જાકે ઉલટતપાસ કરાતા તપાસ અધિકારી કાનાભાઈએ જણાવ્યું હતું કે મે આજે જ એફઆઈઆર જાઈ છે અને તપાસ ચાલુ છે. ચાર દિવસ અગાઉ બનાવ બન્યો, આરોપી જામીન પર છુટી ગયો અને આ બનાવની એફઆઈઆર નોંધાઈ પરંતું તપાસ અધિકારી ત્રણ દિવસ બાદ કહે છે મે આજે જ એફઆઈઆર જાઈ છે અને તપાસ ચાલુ છે..આ તમામ વાતો થી જ સ્પષ્ટ થાય છે કે પોલીસે આ કેસમાં પોલીસે ભીનુ સંકેલ્યુ છે. જાકે કેમ ભીનું સંકેલ્યુ અને તેમાં કોને કોને લાભ થયો છે તેની ઉચ્ચાધિકારીઓ દ્વારા તપાસ કરાય તો કદાચ સાચી અને ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે. 

રાજ્યમાં વિદેશી દારૂનું નેટવર્ક વારસિયાથી ઓપરેટ થાય છે 

મુકેશ હરજાણીની હત્યા બાદ હવે તેનું સ્થાન લેવા માટે વારસિયાના જ વિજુ, સુનિલ અદો, અલ્પુ સિંધી, લાલચંદ ઉર્ફ લાલુ ખાનાની, કાલુ ટોપી જેવા બૂટેલગરો વચ્ચે ગળાકાપ હરિફાઈ શરૂ થઈ છે. જાકે તમામ મોટા બૂટલેગરો પર પોલીસ તંત્ર મહેરબાન હોઈ તમામનું દારૂનું નેટવર્ક વારસિયાથી ઓપરેટ થઈ રહ્યું છે.