છોટી સી બાત, રજનીગંધા અને મંઝીલ જેવી સુપર ફિલ્મોના ડાયરેક્ટર બાસુ ચેટર્જીનું ગુરુવારે નિધન થતાં બિગ બી અમિતાભ બચ્ચને શોકની લાગણી વ્યક્ત કરી છે. અમિતાભ બચ્ચને કેટલીક હળવી ફિલ્મોમાં બાસુ ચેટરજી સાથે કામ કર્યુ હતું જેમાં મૌસમી ચેટરજી સાથેની મંઝીલનો પણ સમાવેશ થતો હતો.

નિધન પર અમિતાભ બચ્ચને કયુ આ દિગ્ગજ ડાયરેક્ટરના નિધન પર શોક પ્રગટ કરતી ટિ્‌વટ કરી છે. તેમણે શોક પ્રગટ કરતાં લખ્યું છે બાસુ દા ના નિધન પર પ્રાર્થના અને સંવેદના, મીઠુ બોલનારા સજ્જન પુરુષ. તેમની ફિલ્મમાં મધ્યમવર્ગીય ભારતની ઝલક જોવા મળે છે. મે તેમની સાથે મંઝીલમાં કામ કર્યું હતું‌ ઇરફાન અને રિશી કપૂર બાદ બે દિવસ અગાઇ સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયા બાદ ગુરુવારે અન્ય એક હસ્તીનું નિધન થયા છે. રજનીગંધા અને ચમેલી કી શાદી જેવી યાદગાર ફિલ્મો બનાવનારા બાસુ ચેટર્જીનું ગુરુવારે નિધન થયું હતું. મુંબઈમાં તેમના નિવાસે સવારે ૮.૦૦ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. બાસુ દા તરીકે જાણીતા બાસુ ચેટરજી ૯૦ વર્ષના હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તેમણે ઘણી ક્લાસિક ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. મધ્યમ વર્ગની નાડ પારખવામાં બાસુ દા નિષ્ણાત હતા. તેમની ફિલ્મોના પાત્રો દૈનિક જીવનમાંથી જ નીકળતા હતા. તેઓ આમ સીધા સાદા પણ મજાકિયા હતા. તેમની ફિલ્મોમાં રજનીગંધા, ચિતચોર, છોટી સી બાત, દિલ્લગી, ખટ્ટા મીઠા, પસંદ અપની અપની અને ચમેલી કી શાદીનો સમાવેશ થતો હતો.નેશનલ એવોર્ડ મળ્યો હતોતેમનો જન્મ દસમી જાન્યુઆરી ૧૯૩૦માં અજમેર ખાતે થયો હતો. તેમણે બ્લિટ્‌ઝ મેગેઝિનમાં કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દી આરંભી હતી. ૧૮ વર્ષની વયે તેમણે ફિલ્મો તરફ દોડ લગાવી હતી. તેમણે બાસુ ભટ્ટાચાર્યના આસિસ્ટન્ટ તરીકે રાજ કપૂરની ફિલ્મ તીસરી કસમ બનાવી હતી. આ ફિલ્મમાં બાદમાં બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.સાદગીથી ભરેલી ફિલ્મોમાં સુપર સ્ટાર પણ આવ્યાબાસુ દા એ પિયા કા ઘર, ઉસ પાર, રજનીગંધા, ચિતચોર, સ્વામી, ખટ્ટામીઠા, પ્રિયતમા, ચક્રવ્યૂહ, જીના યહાં, બાતો બાતો મેં, અપને પરાયે, શોકીન અને એક રૂકા હુઆ ફેંસલા જેવી ક્લાસિક ફિલ્મો આપી હતી. તેમણે એ જમાનાના તમામ સુપર સ્ટારને ડાયરેક્ટ કર્યા હતા. જેમાં મિથુન ચક્રવર્તી, જીતેન્દ્ર, નિતુસિંઘ, રતિ અગ્નીહોત્રી, ધર્મેન્દ્ર, હેમા માલિની, અમિતાભ બચ્ચન, અમોલ પાલેકરનો સમાવેશ થાય છે. અમોલ પાલેકર સાથે તો તેમણે સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી હતી. આ ઉપરાંત ટીવી માટે તેમણે વ્યોમકેશ બક્ષી અને રજની જેવી સિરિયલો પણ આપી હતી.