ડાયમંડ સીટી બાદ સુરત બનવા જઇ રહ્યું છે સોનાની મુરત!
06, સપ્ટેમ્બર 2021

સુરત-

સુરતના ઇચ્છાપોર ખાતે સાકાર થઇ રહેલા જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં માત્ર ડાયમંડ જ્વેલરી ઉત્પાદન થવાનું નથી. પરંતુ અહીંયા આંતરરાષ્ટ્રીય કક્ષાના ડાયમંડ ગોલ્ડ જ્વેલરીના શોરૂમ પણ બનવાનો છે. લગભગ વિશ્વની તમામ જાણીતી જ્વેલરી બ્રાન્ડના શોરૂમ અહીંયા શરૂ થાય તેવી શક્યતા છે. સાથે સાથે આજકાલ સિન્થેટિક ડાયમંડ એટલે કે લેબ્રોન ડાયમંડ ચર્ચામાં છે તેનું પણ ઉત્પાદન થવાની શક્યતા છે. લગભગ સો હેક્ટર જમીન ઉપર સાકારિત થનારા આ જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં પર્યાવરણનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા અલાયદો સુએજ પાણીનો ટ્રીટમેંટ પ્લાન નાખવામાં આવ્યો છે. એટલે કે આ પાર્કનું સુએજનું જે પણ પાણી નીકળશે તેને રીટ કરી તેનું અહીંયા જ રીયુઝ કરાશે. સાથે સાથે વૃક્ષો લોન અને ક્લીન એનર્જીનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીંયાનું વાતાવરણ અને પ્રોજેક્ટ વિશ્વના શ્રેષ્ઠ મેન્યુફેક્ચર યુનિટ જેવો બનાવવાનું પ્રયાસ પણ કરવામાં આવ્યું છે.

સુરત હવે સાચા અર્થમાં સોનાની મુરત બનવા જઈ રહ્યું છે હીરા ઉદ્યોગમાં ડાયમંડ બુર્સ પછી જ્વેલરી પાર્કનું નિર્માણ થતાં સુરતની સુરત બદલાઈ જવાની છે એ વાત ચોક્કસ છે. સુરત દુનિયાના સૌથી વધુ વિકાસ પામતા શહેરો પૈકીનું એક શહેર ગણાય છે. ત્યારે સુરતની આ સમૃદ્ધિ ને ચાર ચાંદ લાગે તેવો વધુ એક પ્રોજેકટ ખૂબ ઝડપભેર સાકાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ એટલે ઇચ્છાપોર ખાતે આવેલા જેમ એન્ડ જ્વેલરી પાર્ક. અત્યાર સુધી આ જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં માંડ ૧૦૧ યુનિટ કાર્યરત હતા. જાેકે હવે સરકારી ૯૮ દૂર થતાં નવા સો જેટલા યુનિટ આવ્યા. એટલું જ નહીં ૧૦૦ હેક્ટરમાં બની રહેલા આ જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં ડાયમંડ કટિંગ પોલિશિંગ ની સાથે સાથે ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી તેમજ લેબ્રોન ડાયમંડ નો પણ ઉત્પાદન થવાનું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution