રાજકોટ, અમદાવાદ બાદ હવે આ શહેરમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો
05, જાન્યુઆરી 2021

વડોદરા-

શહેરમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. યુ.કેથી પરત ફરેલા યુવકમાં કોરોના સ્ટ્રેનના લક્ષણો જણાતા પુણેની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. પુણેની લેબમાં કુલ 5 કોરોના પોઝિટિવ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેમાં 4 લોકોના સ્ટ્રેન રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

મળતી માહિતી મુજબ વડોદરામાં કોરોનાનાં નવાં સ્ટ્રેનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના વડોદરા શહેરમાં ઘટી રહેલા વ્યાપ વચ્ચે હવે શહેરમાં યુ.કેથી વડોદરા પરત ફરેલા વ્યક્તિને કોરોનાનો નવો સ્ટ્રેન પોઝિટિવ આવતા વડોદરાવાસીઓ ફરી એકવાર ચિંતીત બન્યા છે. યુ.કેથી વડોદરા પરત ફરેલા વ્યક્તિઓના સેમ્પલ લઇ તેને ટેસ્ટિંગ માટે પૂણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે તે સેમ્પલના રિપોર્ટ આવતા તેમાંથી 27 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સરકારી જી.એમ.ઇ.આર.એસ ડેડીકેટેડ કોરોના હોસ્પિટલમાં યુવકને વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રાખી સારવાર શરૂ કરવામાં આવી હોવાનું ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડોક્ટર શીતળ મિસ્ત્રીએ જણાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution