લંડન-

લંડનમાં રહેતા 19 વર્ષીય કોર્ટનીને રસી લીધા બાદ ખૂબ જ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ યુવતીની હાલત એવી થઈ ગઈ કે તે આવતા એક મહિના સુધી વ્હીલચેર ઉપરથી ઊભી નહીં થઈ શકે. કોર્ટનીને ચાલવામાં મુશ્કેલી આવી રહી છે. કોર્ટનીના જણાવ્યા અનુસાર, રસી લીધાના થોડા સમય પછી તેના પગમાં દુખાવો થવા લાગ્યો. આ પછી તેના પગની નસો દેખાવા લાગી. જ્યારે તેને આ વિશે ડોકટરોને કહ્યું ત્યારે જાણવા મળ્યું કે તેના પગની નસો અંદરથી ફાટી ગઈ છે.

તેથી, તેમને ચાર અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું. આ પ્રતિક્રિયા અંગે કોર્ટનીએ ફેસબુક પર પોતાનો અનુભવ લોકો સાથે શેર કર્યો છે. તેણે તેને ફેસબુક પર કહ્યું કે, જો તેણીએ સમયસર ડૉક્ટરની સલાહ ન લીધી હોત તો તેના ભયંકર પરિણામો આવી શકતા. તેની ત્વચાની અંદરથી નસોમાંથી લોહી નીકળતું હતું. તેનો આખો પગ વાદળી થઈ ગયો હતો. આવી સ્થિતિમાં, એવું થઈ શકે છે કે તેના શરીરના કેટલાક ભાગ કાપવા પડે.

આ રિએક્શન કોર્ટનીના હાથ અને પીઠમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. નસો ફાટવાના કારણે પણ આ ભાગોમાં લોહી વહેવું શરૂ થયું હતું. કોર્ટનીએ જણાવ્યું હતું કે, તે હવે બે મહિનાથી સંઘર્ષ કરી રહી છે. હવે ધીરે ધીરે તે ચાલવાનું શીખી રહી છે. કોવિડ રસી પછી એલર્જીના આવા ઘણા કિસ્સાઓ બન્યા છે. જો કે, આ કેસ પ્રકાશમાં આવવા છતાં, ડોકટરો કહે છે કે લોકોએ રસીથી ડરવું જોઈએ નહીં. દરેક વ્યક્તિનું શરીર રસી માટે અલગ અલગ પ્રતિક્રિયા આપે છે, કારણ કે કોરોનાને હરાવવા માટે આ ક્ષણે આપણી પાસે આ સૌથી અસરકારક ઉપાય છે.