એન્જીનિયરિંગનું ભણ્યા પછી નોકરી નહીં મળતા યુવાન વાહનચોર બન્યો
19, સપ્ટેમ્બર 2020

વડોદરા : એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પણ નોકરી નહીં મળતાં બેરોજગાર યુવાન વાહનચોરીના રવાડે ચઢયો હતો. ક્રાઈમ બ્રાન્ચના હાથે ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપાયેલા યુવકની પૂછપરછમાં તે ઈજનેર હોવાની માહિતી બહાર આવી છે. 

માંજલપુર પંચશીલ ગ્રાઉન્ડ પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાઈક લઈને પસાર થતો યુવક પ્રિયાંક ઉર્ફે માઈકલ પ્રવીણભાઈ દેસાઈ (રહે. વિનોદ વાટીકા સોસાયટી, અલવાનાકા)ને અટકાવી પૂછપરછ કરતાં બાઈકની માલિકી અંગેના પુરાવા રજૂ કરી શકયો નહોતો. કડક પૂછપરછ દરમિયાન પોતે ઈજનેર છે અને બેરોજગાર હોવાથી બાઈકચોરી કરી હોવાની કબૂલાત પ્રિયાંકે કરી હતી અને ફતેગંજ વિસ્તારમાંથી બાઈક ઉઠાવી હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આ અંગે બાઈક જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસ મથકને આરોપી અને કેસના કાગળો સુપરત કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution