બંગાળમાં BJPની સરકાર બન્યા બાદ TMCના ગુંડા જીવની ભીખ માંગશે જાણો કોણે કહ્યું..
02, માર્ચ 2021

કોલકાત્તા-

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારના ચૂંટણી સભાને સંબોધિત કરી. બંગાળના માલદામાં યોગી આદિત્યનાથની રેલી થઈ, જ્યાં તેમના નિશાના પર મમતા સરકાર રહી. યોગીએ આરોપ લગાવ્યો કે બંગાળમાં જય શ્રીરામના નારા બોલવા પર પણ રોક છે. યૂપી સીએમે કહ્યું કે, એક મહિનામાં બંગાળની ધરતી પર પરિવર્તન જાેવા મળશે. બંગાળમાં એક વૃદ્ધ માતાને ટીએમસીના ગુંડાઓએ માર્યા, પરંતુ સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં.

યોગીએ કહ્યું કે, ૨ મે બાદ ટીએમસીના ગુંડાઓ જીવવાની ભીખ માંગશે અને ગલીમાં છબિ લગાવીને માફી માંગશે. યૂપીના સીએમ બોલ્યા કે, ક્યારેક ભારતને નેતૃત્વ આપનારું બંગાળ આજે ખરાબ હાલતમાં છે. બંગાળમાં સત્તા પ્રેરિત ગુનાઓ અને આતંકવાદ દેશની સુરક્ષાને સખ્ત પડકાર આપી રહ્યા છે. બંગાળમાં શક્તિની પૂજા થાય છે, પરંતુ અહીં દુર્ગા પૂજા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. ઈદ પર જબરદસ્તીથી ગૌહત્યાઓ કરવામાં આવે છે, ગૌતસ્કરીથી ભાવનાઓને નુકસાન પહોંચાડવામાં આવે છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે, બંગાળમાં જયશ્રી રામના નારા લગાવવાથી રોકવામાં આવે છે. અયોધ્યામાં પણ એક સરકારે રામભક્તો પર ગોળી ચલાવી હતી, તેની હાલત સૌએ જાેઇ છે. જે પણ રામનો વિરોધી છે, તેનું બંગાળમાં કોઈ કામ નથી. સીએમ યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે, સીએએ જ્યારે લાગુ થયું તો બંગાળમાં હિંસા કેમ થાય છે? આ સત્તા પ્રેરિત હિંસા છે. બંગાળમાં આયુષ્યમાન ભારત યોજનાને લાગુ ના કરવામાં આવી, કેન્દ્રની કોઈ પણ યોજનાનો લાભ અહીંના લોકોને નથી મળી રહ્યો.

યોગી બોલ્યા કે, લવ જેહાદ કરવામાં આવી રહ્યો છે. અહીંની સરકાર આને નથી રોકી શકી રહી. યૂપી સીએમ યોગી આદિત્યનાથે અહીં સભામાં કહ્યું કે માલદા સનાતન સંસ્કૃતિની ભૂમિ છે. બંગાળમાં આજે અરાજકતાની સ્થિતિ છે, જેનાથી આખા દેશને દુઃખ થાય છે. બંગાળમાં બીજેપીની સરકાર બનાવીને એક નવા પરિવર્તનને આગળ વધારવાનું છે. બંગાળ પરિવર્તનની ધરતી રહી છે. આ જ ધરતી પરથી વંદે માતરમનો ઉદ્ઘોષ નીકળ્યો હતો. યોગીએ કહ્યું કે, બંગાળમાં બીજેપીની સરકાર આવી તો ૨૪ કલાકમાં ગૌતસ્કરી બંધ કરાવી દઇશું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution