કર્મભૂમિના વિશેષ દરજ્જાની માગ અભરાઈ ચડ્યાં બાદ હવે વધુ એક ન્યાયિક લડત શરૂ
12, માર્ચ 2021

આણંદ : છેલ્લાં દોઢ દાયકાથી સરદાર પટેલનું નામ રાજકીય પક્ષો માટે સત્તાનું કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદીના નામ સાથે જાેડવામાં આવતાં વિવાદ છેડાયો છે. ખાસ કરીને સરદાર પ્રેમીઓમાં નારાજગી પ્રવર્તતા આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતે વિરોધનું રણશીંગંુ ફૂંકી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, સરદારની કર્મભૂમિ કરમસદને વિશેષ દરજ્જાે આપવાની કરાયેલી માગ અભરાઈએ ચઢ્યાં બાદ વધુ એક વિવાદ છંછેડાયો છે.

સૂત્રોનું જણાવવું છે કે, છેલ્લાં દોઢ દાયકાથી સરદાર પટેલનું નામ રાજકીય પક્ષો માટે સત્તા મેળવવાનું સાધન બની ગયું છે. સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને વિશેષ દરજ્જાે આપવાની માગ અહીંથી જ સરદાર પ્રેમીઓ દ્વારા કરવામાં આવી હતી. આ મુદ્દે ચાર વર્ષ પૂર્વ આમરણાંત અનશન ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જાેકે, તે સમયે સરકારના પ્રતિનિધીઓ દ્વારા માગ મુદ્દે આશ્વાસન આપી બાદમાં મામલો અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં અમદાવાદના મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવતાં સરદાર પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. ખાસ કરીને સરદારની કર્મભૂમિ ખાતે કરમસદ નાગરિક સમિતી દ્વારા ધરણાં કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

સૂત્રોનું જણાવવું છે કે, કરમસદના બસસ્ટેન્ડ વિસ્તારમાં યોજાયેલાં ધરણાં પ્રદર્શનમાં સમિતિના અતુલ પટેલ, મીથીલેશ અમીને અખંડ ભારતના શિલ્પ સરદાર પટેલનું અપમાન થયું હોવાની લાગણી વ્યક્ત કરી સરકાર દ્વારા ર્નિણય પરત લેવાની માગ કરી હતી. સરદાર પટેલના સમ્માન સાથે આ મુદ્દાને જાેડી આ આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યંુ છે. ‘સરદાર કા કર્જ ચૂકાના હૈ ખોયા સન્માન વાપસ દિલાના હૈ’ના સૂત્ર સાથે ધરણાં પ્રદર્શન થયું હતું. કરમસદ નાગરિક સમિતિ દ્વારા કરમસદ બસ સ્ટેન્ડ પાસે ધરણાં કાર્યક્રમ આયોજિત થયો હતો. આ ધરણાં પ્રદર્શનમાં આણંદના ધારાસભ્ય કાંતિ પરમારે પણ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાસંદ ભરતભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ આ આંદોલનને મુદ્દે ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીની નીતિ રીતિને વખોડી હતી. મોટેરા સ્ટેડિયમનું નરેન્દ્ર મોદી નામકરણ રદ કરવા માગણી કરી હતી. જાેકે, કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution