આ શહેરમાં ફરી અસામાજિક તત્વો આંતક, રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં કરી મારામારી
26, ફેબ્રુઆરી 2021

સુરત-

સુરતમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. જાને આ ઇસમોને પોલીસ ની બીક રહી નથી તેમ રૂપિયાની લેતી દેતિમાં કાયદો હાથમાં લઇને રૂપિયાની ઉઘરાણી માટે એક સોસાયટીમાં જઇને મારામારી સાથે હંગામો મચાવ્યો હતો. જોકે આ અસામાજિક તત્વોની દાદાગીરી સીસીટીવી માં કેદ થઈ ગયા બાદ આ વીડિયો વાઇરલ થયો છે.

સુરત માં સતત અસમાજેક તત્વોનો આંતક દિવસે ને દિવસે વધી રહીયો છે. જાણે આ લોકોને કાયદાનો ડર રહ્યો જ નથી તેમાં રૂપિયા માટે જાહેરમાં લોકોના ઘરમાં ઘૂસીને પોતાની દાગીરી સાથે મારામારી કરતા હોય છે ત્યારે સુરત ના અમરોલી પોલીસ હદ વિસ્તારમાં આવેલ મોટા વરાછા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવાર પાસે રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા અસામાજિક તત્વો સાથે પહેલા માથા ફૂટ બાદ ઉગ્ર બબાલ થઈ હતી. જોકે સમગ્ર દાદાગીરી અને મારમારી ની ઘટના સોસાયટીમાં લાગેલા કેમેરામાં કેદ થઈ હતી. જેથી આ મામલે સોસાયટીના લોકોએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરુ કરવા સાથે આ અસામાજિક તત્વો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. જોકે વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી શરુ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution