કોરોના પ્રોટોકોલ પ્રમાણે અહેમદ પટેલની દફનવિધી, રાહુલે પરિવારને આપી સાંત્વના
26, નવેમ્બર 2020

ભરૂચ-

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની કોરોના પ્રોટોકોલ સાથે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવી છે. તેમની ઇચ્છા પ્રમાણે ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે માતાની કબરની બાજુમાં દફનવિધિ કરવામાં આવી છે. અહેમદ પટેલની દફનવિધિમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીએ પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી.   દફનવિધિમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, તુષાર ચૌધરી હાજર રહ્યા હતા. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, અધિરંજન ચૌધરી, ડી કે શિવકુમાર, અર્જુન મોઢવાડિયા, મુકુલ વાસનિક પહોંચ્યા છે. મધુસૂદન મિસ્ત્રી, રાહુલ ગુપ્તા પણ હાજર રહ્યા હતા. આ સિવાય પણ અનેક દિગ્ગજ નેતાઓ દફનવિધિમાં પહોંચ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution