સુરત-

ત્રણ વાર અનેક કારણોસર બંધ થઈ ગયેલી તેજસ એક્સપ્રેસ ફરી એક વખત રેલવે પાટા પર દોડવા માટે તૈયાર છે. 7 મી ઓગસ્ટના રોજ IRCTC ની 82902/82901 તેજસ એક્સપ્રેસની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે. કોરોના કાળના કારણે ત્રીજીવાર આ ટ્રેન રદ કરવામાં આવી હતી. અગાઉ યાત્રીઓ નહીં મળતા અને અન્ય કારણોસર બે વખત આ ટ્રેન બંધ થઈ ચૂકી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડે (IRCTC) 7 મી ઓગસ્ટ 2021 પ્રવાસીઓ માટે ટ્રેન નંબર 82902/ 82901 અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસની કામગીરી પુનઃ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેન ચાર દિવસ સુધી ચાલુ રહેશે. અઠવાડિયાના આધારે એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર પ્રવાસીઓની માંગણીના આધારે દોડાવવાનું વધુ નિયમિત કરવાનું નક્કી કરવામાં આવશે. ત્રણ વખત તેજસ ટ્રેનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ યાત્રીઓ (Tourists) ની સંખ્યા ઓછી હોવાથી અને ટિકિટ ભાડું વધુ હોવાને કારણે તેને અપેક્ષા મુજબ દોડાવી શક્યા નહોતા પરંતુ ફરી એક વખત આશા છે કે તેજસ એક્સપ્રેસ ટ્રેનને સફળતા મળશે. આ ટ્રેન પહેલા ડબલડેકર AC કર્ણાવતી જેવી ટ્રેનો હોવાના કારણે ટ્રેનને કેટલી સફળતા મળશે તે જોવાનું રહ્યું.