અમદાવાદ-

મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે રવિવારે યોજાનારા મતદાન માટે અંદાજે 20 હજાર પોલીસ અને હોમગાર્ડસના જવાનોને બંદોબસ્તમાં ગોઠવવાની તૈયારી કરી દેવાઈ છે. હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આખરી ઓપ આપવામા આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારો માટે પેરામિલીટરી ફોર્સ ઉતારવામાં આવશે. જ્યારે પોલીસ, હોમગાર્ડસ અને અર્ધલશ્કરી દળો મળીને 22 હજાર સુરક્ષા જવાનો ચૂંટણી બંદોબસ્તમાં તહેનાત રહેશે, જેમાં પેરામિલીટરી ફોર્સ 16 તારીખે અમદાવાદ આવશે. હવે ગણતરીના દિવસો બાકી રહેતા બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આમાં 24થી 30 કલાક પહેલાં પોલીસ અને ચૂંટણી કર્મચારીઓને મતદાન મથક પર ગોઠવી દેવામાં આવશે.અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસ બાકી છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરક્ષાની તમામ તૈયારી કરી દેવાઈ છે. અમદાવાદમાં ચૂંટણી સમયે 20 હજાર પોલીસ જવાન અને હોમગાર્ડ્સ જવાનો તહેનાત કરવામાં આવશે.