અમદાવાદ: નહેરુબ્રિજ ઉપર અમ્યુકોની કારની અડફેટે સાઈકલ સવારનું ઘટના સ્થળે મોત
19, નવેમ્બર 2020

અમદાવાદ-

આજે લાભ પાંચમના દિવસે સવારે મુહૂર્તના સમય દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રકટમાં ચલાવવામાં આવતી વડીલ સુખાકારી નામની કારની અડફેટે આવતા એક સાઈકલ સવારને ગંભીર ઈજાઓ પહોચતા તેનું નહેરુ બ્રીજ ઉપર ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે બનાવની જાણકારી મળી ત્યારે ટ્રાફિકના B ડીવીઝનની પોલીસ ઘટના સ્થળે પહોચીને અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરુ કરી છે. આંખે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલકની ગફલત ભરી કાર હંકારવાની રીતને પોલીસ સમક્ષ રજુ કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે નવા વર્ષના પ્રારંભ થી અત્યાર સુધીમાં 17 લોકોના મૃત્યુ નીપજી ચુક્યા છે અને આજે સવારથી અત્યાર સુધીમાં રાજ્યમાં બે ઘટનાઓમાં ખંભાલીયામાં કાર નદીમાં પડતા બે મહિલાના મોત થઈ ગયા છે અને અત્યારે શહેરના નહેરુ બ્રીજ ઉપર એક કોર્પોરેશનની કોન્ટ્રાક્ટ માં ચાલતી કારની અડફેટે એક સાઈકલ સવારનું મૃત્યુ થઈ ગયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution