અમદાવાદ: AMC દ્વારા હોમ આઇસોલેશન અને ટેસ્ટિંગ માટેની એડવાઈઝરી કરી જાહેર
14, નવેમ્બર 2020

અમદાવાદ-

એએમસી દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા બદલાવવામાં આવી છે, ત્યારે હોમ આઇસોલેશન અને રેપિડ ટેસ્ટ માટેની નવી એડવાઇઝરી પણ કોર્પોરેશન દ્વારા જાહેર કરી દેવાઇ છે. મહત્વનું છે કે, જે દર્દીઓ રેસીડેન્ટ અથવા તો આર ટી સી આર જે ટેસ્ટ છે, જે પોઝીટીવ આવ્યો હોય તેવા દર્દીઓને સંજીવની સેવામાં હોમ દ્વારા સારવાર આપવામાં આવે છે પરંતુ જો કોઈ પણ દર્દીની તબિયત ગંભીર થાય તો તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની કામગીરી કરવામાં આવે છે. આ સંજોગોમાં દર્દીઓને અમુક સમય બાદ રિપોર્ટ કરાવવાની જરૂરિયાત રહેતી નથી, પરંતુ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ પોતાની જાતે જ રિપોર્ટ કરતા જાય છે અને આઇસોલેશન નિયમોનો ભંગ કરતા રહે છે.

હાલની મહામારીના સમયમાં લોકો પોતાની જરૂરિયાતના હોવા છતાં એન્ટીજન રેપિડ ટેસ્ટ કરાવી રહ્યા છે. તેને રોકવા માટે કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશન અને ટેસ્ટિંગ માટેની નવી એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે. જો કોઈપણ વ્યક્તિ આ એડવાઇઝરીનો ભંગ કરતો જણાશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution