અમદાવાદ-

શહેરમાંથી સાયબર ક્રાઈમે એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી મેટ્રોમોનિયલ સાઈટ તથા અન્ય સાઈટ પર યુવતીઓ સાથે મિત્રતા કેળવતો હતો. ત્યારબાદ યુવતીઓને પોતે મોટી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાનો વિશ્વાસ અપાવી શારીરિક સંબંધ બાંધતો હતો. શારીરિક સંબંધ બાંધ્યા બાદ આરોપી યુવતીઓને છોડી મૂકતો હતો. ધરપકડ કરાયેલો આરોપી સંદીપ મિશ્રા વિવિધ નામની ઓળખ બનાવી મેટ્રોમોનિયલ અને અન્ય સાઈટ પર યુવતીઓ સાથે મિત્રતા બાંધતો હતો. ત્યારબાદ આ આરોપી યુવતીને જણાવતો હતો કે, તે સારા પરિવારમાંથી આવે છે અને ગુગલ કંપનીમાં HR મેનેજર છે અને તેની આવક 35થી 40 લાખ રૂપિયા છે. બાદમાં યુવતીને લગ્નની લાલચ આપતો હતો અને પછી તેમના જ ઘર નજીક હોટલમાં લઇને શારીરિક સબંધ બાંધતો હતો. આ સંબંધ બાંધ્યા બાદ આરોપી યુવતી પાસેથી ATM કાર્ડ કે અન્ય રીતે પૈસા પડાવતો હતો. આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અનેક યુવતી સાથે આ રીતે છેતરપીંડી અને શારીરિક સબંધ બાંધી ચુક્યો છે. આ સાથે જ આરોપીએ યુવતીઓના અશ્લીલ ફોટો પણ રાખ્યા છે. જેથી સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.