અમદાવાદ-

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. શ્રેય હોસ્પિટલમાં બેડ પર ૮ લોકો ભડથું થઈ ગયા હતા. આ કેસમાં ઘરપકડ કરાયેલ શ્રેય હોસ્પિટલના આરોપી ભરત મહંતને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડના મુદ્દે આરોપી ભરત મહંતનો જામીન પર છુટકારો થયો છે. ભરત મહંતને ૧૫ હજારના જામીન પર મુક્ત કરાયા છે. અગાઉ પોલીસે ૫ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ તેમની માંગ પુરી કરાઈ નહોતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડના મુ્‌દે ધરપકડ કરાયેલ ભરત મહંતને રિમાન્ડ માટે જજના નિવાસસ્થાને રજૂ કરાયો હતો. પોલીસે દ્વાર ૫ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી.

પરંતુ કોર્ટે તે રિમાન્ડ મંજૂર કર્યા નહોતા. આજે કોર્ટે ભરત મહંતને ૧૫ હજારના જામીન પર મુક્ત કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની કોવિડ-૧૯ શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે તપાસ અધિકારીએ ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરાઈ હતી. અગ્નિકાંડ કઈ બેદરકારીના કારણે સર્જાયો તેને લઈને પોલીસ વિભાગે આરોગ્ય વિભાગને તપાસ અર્થે સવાલો પૂછ્યા હતા. થોડા દિવસો અગાઉ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ શ્રેય હોસ્પિટલમાં મધરાત્રીએ આઈસીયુ વોર્ડમાં આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ ૮ દર્દીના દુઃખદ મોત થયા હતા. ત્યારે આ મોતનું મુખ્ય જવાબદાર કોણ છે તેને લઈને નવરંગપુરા પોલીસે હોસ્પિટલના માત્ર એક જ ટ્રસ્ટી સામે બેદરકારીનો ગુનો દાખલ