અમદાવાદ-

અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું છે. ન્યૂ રાણીપમાં સેન્ટ્રલ જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા અને શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ કૌભાંડ રૂ.2435.96 કરોડનું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.

વિગતો મુજબ સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પરિવારના નામે 6 અલગ અલગ કંપનીઓ બનાવવામાં આવી હતી. પુત્ર, પુત્રવધુ, સાળાના નામે ટ્રેડિંગ ફર્મ સ્થપાઈ હતી. વધુ વિગતો મુજબ ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેર્સ, એન.એસ.એન્ટરપ્રાઇઝ, એસ.એ. ઓર્નામેન્ટ્સ નામની તેમજ ફર્મ બી-2 જેમ્સ નામે પણ શરૂ કરી હતી ટ્રેડિંગ ફર્મ શરૂ કરવામાં આવી હતી. રૂ. 2435.96ની કિંમત આંકી 72.25 કરોડની ક્રેડિટ મેળવી હતી. ખરીદદારોના નામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાનો તખ્તો ઘડાયો હતો. જોકે હવે કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને ભરત સોની હાલ 14 દિવસની જ્યુ. કસ્ટડી મેળવાઈ છે. 

નોંધનીય છે કે, કૌભાંડમાં હજુ વધુ માથા સંડોવાયા હોવાની સંભાવના છે. કૌભાંડનો આંકડો રૂ.7250 કરોડ સુધી પહોંચે તેવી શકયતા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવશે તેવું પણ તાપસ સંસ્થાઓ માની રહી છે.