અમદાવાદ-

અમદાવાદ શહેરમાંથી ઝડપાયેલા એક કરોના એમડી ડ્રગ્સ મામલે ક્રાઈમ બ્રાંચને સૌથી મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રગ્સ કેસમાં મુખ્ય સપ્લાયરની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. શહેર ક્રાઈમ બ્રાંચની પકડમાં આવેલા શખ્સનું નામ અફાક બાબા હોવાનું સામે આવ્યુ છે.

મુખ્ય સપ્લાયરની ગોવાથી ધરપકડ કરવામાં આવી - નોંધપાત્ર છે કે અફાક મુંબઈ પોલીસ, મુંબઈ ડીઆરઆઈ અને અમદાવાદ ક્રાઈમમાં સહિત 4 ગુનામાં સંડોવાયેલ હતો.. ત્યારે ક્રાઈમ બ્રાંચે આ મામલે અફારની પુછપરછ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે ડ્રગ્સ સપ્લાયર ચેનનો મોટો ખુલાસો થઈ શકે છે. 

ડ્રગ્સ સપ્લાયર ચેનનો મોટો ખુલાસો થઈ શકે -અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સના જથ્થાને પકડવામાં સફળતા પ્રાપ્ત થયા બાદ,વિવિધ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં ડ્રગ્સના કાળા કારોબારમાં પકડાયેલો દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ફિરોજ નાગોરી પોલીસની આંખમાં ધૂળ નાંખવા માટે કારમાં ખાખી વર્દી પહેરીને મુંબઇ ખાતે ડ્રગ્સની ખરીદી કરવા માટે ગયો હતો.ASI ફિરોજ નાગોરી ચાલુ ડયુટી ઉપર ડ્રગ્સ ખરીદવા માટે મુંબઇ ગયો હતો. 

ASI ફિરોજ નાગોરી ચાલુ ડયુટી ઉપર ડ્રગ્સ ખરીદવા માટે મુંબઇ ગયો - ઉલ્લેખનીય છે કે ફિરાજ નાગોરી જમાલપુરમાં રહેતાા ઇમરાન એહમદભાઇ અજમેરીના સંપકમાં ઘણા સમયથી આવ્યો હતો. જ્યારે એટલું જ નહી મુંબઇ આવતા -જતા રસ્તામાં ચેકિંગ દરમિયાન પોલીસ રોકે નહી માટે તે ખાખી વર્દી પહેરીને કારમાં ગયો હતો. ત્યારે બીજી તરફ મુંબઇથી કારમાં ડ્રગ્સનો જથ્થો લઇને નીકળ્યા બાદ બેગ કારની સીટ નીચે સંતાડી હતી.